એન્ટિલિયાની બહાર ઊભેલી વિસ્ફોટકોવાળી કાર અંગે CCTV થી થયો ચોંકાવનારો ખુલાસો, PICS

Fri, 26 Feb 2021-3:08 pm,

મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ જિલેટીનની સ્ટીક્સ નાગપુરની એક કંપની પાસેથી લેવાઈ હતી. અત્યાર સુધીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે વરલી  તરફથી આવતી આ સ્કોર્પિયો કાર ત્રણ અલગ અલગ CCTV માં કેદ થઈ છે. એન્ટિલિયા પાસેના સીસીટીવીના અલગ અલગ એન્ગલને જોતા જાણવા મળે છે કે કારનો ડ્રાઈવર, ડ્રાઈવર ગેટથી નહીં પરંતુ પાછળના ગેટથી બહાર નીકળ્યો તો અને તેણે પોતાની ઓળખ છૂપાવવા માટે ટોપીવાળું સ્વેટર (Hoodie) પહેર્યું હતું.

એન્ટિલિયા પાસે જે સ્કોર્પિયો ગાડી પાર્ક કરાઈ હતી તે હાજી અલીના સિગ્નલ પર રાતે લગભગ 12.20 વાગે જોવા મળી હતી. હાજી અલી સિગ્નલ પર આ ગાડી લગભગ 10 મિનિટ સુધી થોભી હતી. સુરક્ષા એજન્સીઓ હવે આ સમગ્ર રૂટના CCTV ચકાસી રહી છે. 

પોલીસ તપાસમાં એવી વાત સામે આવી રહી છે કે સંદિગ્ધ સ્કોર્પિયો વિક્રોલીથી ચોરી કરાઈ હતી. મીડિયા રિપોટ્સમાં સૂત્રોના હવાલે એવો પણ દાવો કરાયો છે કે ગાડી પાર્ક કરનારાએ લગભગ એક મહિના સુધી અહીં રેકી કરી હતી. 

મુકેશ અંબાણી પરિવારને ધમકીવાળો પત્ર મળ્યાના મામલે મુંબઈ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. મુંબઈ પોલીસે કહ્યું કે અંબાણી પરિવારને કોઈ પણ ધમકીભર્યો પત્ર મળ્યો નથી. પોલીસે જણાવ્યું કે કારની ચેસિસનો નંબર મીટાવવાની કોશિશ કરવામાં આવેલી છે. જો કે વાસ્તવિક માલિકની ઓળખ કરી લેવાઈ છે. અગાઉ એવા રિપોર્ટ્સ હતા કે મુકેશ અંબાણીના ઘર પાસે ઊભેલી શંકાસ્પદ કારમાંથી અંબાણી પરિવારને ધમકી આપતો પત્ર મળ્યો હતો. 

મહારાષ્ટ્ર પોલીસનું કહેવું છે કે સંદિગ્ધ કાર અને અંબાણીની સુરક્ષામાં લાગેલી એક એસયુવીની કાર બંનેનો નંબર એક સરખો છે. આ બાજુ ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે જલદી તપાસમાં સત્ય આવી જશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link