વચ્ચે કોઈ બેસે નહિ તેથી સીટ જ બાંધી દેવાઈ, આવતીકાલથી ફિલ્મો બતાવવા મલ્ટિપ્લેક્સનું સફાઈકામ પૂરજોશમાં
આવતીકાલે મલ્ટિપ્લેક્સમાં માત્ર 1 સ્ક્રીન જ શરૂ કરવામાં આવશે. જેમાં માત્ર ગુજરાતી મુવી બતાવવામાં આવશે. થિયેટર આવતીકાલથી શરૂ કરવા પાછળનું કારણ એ છે કે, શુક્રવારથી મુવી વિક ચાલુ થાય છે અને આજે ગુરુવાર છે. માટે 1 વિકના રૂપિયા ખોટા ભરવા પડે. તેથી આવતીકાલથી થિયેટર પર ફિલ્મો બતાવવાનુ શરૂ કરાશે.
થિએટર સંચાલકોએ SOP મુજબ તમામ તૈયારીઓ શરૂ કરી છે. 7 મહિના બાદ 50 ટકા બેઠક ક્ષમતા સાથે થિયેટરો ફરી એકવાર ખુલવા જઇ રહ્યાં છે. બે સીટ વચ્ચે એક સીટ ખાલી રાખવા માટે માર્કિંગ કરવામાં આવ્યું છે. ત્યારે આજે બે સીટ વચ્ચે અંતર રાખવા માટે સીટને બાંધી દેવામાં આવી છે, જેથી સીટ પર કોઈ બેસી જ ન શકે.
છેલ્લા 7 મહિનાથી બંધ મલ્ટિપ્લેક્સ શરૂ થઈ રહ્યા છે, તેને લઈ તૈયારીઓ ચાલી રહી છે. થિયેટરની અંદર ખુરશીઓ પર લાગેલી ખુરશીઓ પરની દૂળ પણ સાફ કરી હતી. તો સાથે જ સ્ક્રીન ચાલુ કરીને પણ જોવામાં આવી કે, સાત મહિના બાદ તે યોગ્ય રીતે ચાલે છે કે નહિ.
Sop મુજબ બેઠકવ્યવસ્થા, સેનેટાઈઝર, થર્મલ સ્કેનિંગ અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. સાથે જ લોકોએ ઓનલાઈન બુકીંગ કરવાનું રહેશે અને નાસ્તો પણ એપના માધ્યમ મંગાવવાનો રહેશે. નવા નિયમો મુજબ, છેલ્લો શો રાત્રે 7 વાગ્યા સુધીનો રહેશે.