PHOTOS: મુંબઈની ટીમે ખુલી બસમાં મનાવ્યો જશ્ન, રોડ પર ફેન્સ સાથે ઉજવણી કરતા જોવા મળ્યા ખેલાડી

Tue, 14 May 2019-3:24 pm,

ટીમના ખેલાડીઓએ આશરે છ કિલોમીટર સુધી સરઘસ કાઢીને જીતનો જશ્ન બનાવ્યો અને આ દરમિયાન તે દર્શકોને હાથ મિલાવતા જોવા મળ્યા હતા. 

મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને એક રનથી હરાવીને આઈપીએલ-12ની ટ્રોફી કબજે કરી હતી. 

ચેન્નઈના બોલરોએ મુંબઈને 20 ઓવરોમાં 8 વિકેટના નુકસાન પર 149 રને રોકી દીધું હતું. પરંતુ ત્યારબાદ તે નિર્ધારિત 20 ઓવરોમાં સાત વિકેટના નુકસાને 149 રન બનાવી શકી હતી. 

ચેન્નઈ માટે શેન વોટસને 59 બોલમાં 80 રન ફટકાર્યા હતા. 

જીત હાસિલ કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ભાવુક થઈ ગયો અને ડ્રેસિંગ રૂમમાં વાત કરતા ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો. 

તમામ પ્રકારનો અવાજો ડ્રેસિંગ રૂમમાં શાંત થઈ રહ્યાં હતા અને વિજેતા હોવાની અનુભૂતિ રોહિતના દિલમાં ઘર કરી ગઈ હતી ત્યારે આ કેપ્ટને 20 માર્ચ 2018ને યાદ કર્યું જ્યારે દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)એ ફિરોઝ શાહ કોટલા મેદાન પર મુંબઈને સફર પૂરી કરી હતી કારણ કે દિલ્હીના હાથે થયેલી હારને કારણે મુંબઈ ગત સિઝનમાં પ્લેઓફમાં ક્વોલિફાય ન થઈ શકી હતી. 

આ ટીમ રવિવારે બધાના આકર્ષણનું કેન્દ્ર રહી. પ્રથમ આ ટીમની ક્ષમતા પર બધા શંકા કરી રહ્યાં હતા, પરંતુ કેપ્ટને પોતાની ટીમનો સાથ આપ્યો. મુશ્કેલ સમયમાં કેપ્ટને આપેલા સમર્થનથી ખેલાડીઓનો વિશ્વાસ વધ્યો અને ટીમે ચોથી વખત ટાઇટલ જીત્યું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link