સ્વરૂપવાન અને કામણગારી મોડલે ગુજરાતની ચૂંટણીમા ઝંપલાવ્યું, બિગબી-શાહરૂખ સાથે એડમાં કામ કર્યું છે
સંખેડા તાલુકાના કાવીઠા ગામનું સરપંચ પદ મહિલા માટે અનામત છે. ત્યારે આ બેઠક પર ચાર મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. આવામાં કાવીઠા ગામની જ અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા પટેલે પણ સરપંદ પદ માટે ઉમેદવારી કરી છે. એશ્રાના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે, તેમજ તા.પં.ના સભ્ય અને એપીએમસી, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. તેથી પિતાના પગલે તેઓ પણ રાજનીતિમાં નીકળી પડ્યાં છે.
એશ્રા પટેલ વર્ષોથી મુંબઈમાં મોડેલિંગ (modeling) કરે છે. તેણે ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ સામેલ છે. તો 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. એટલુ જ નહિ, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે.
ગ્લેમરસ ફિલ્ડમાંથી રાજકારણમાં આવનાર એશ્રા પટેલ કહે છે કે, દેશદુનિયા ફર્યા બાદ મને એમ થયુ કે મારે મારા ગામ માટે પણ કંઈક કરવુ જોઈએ. તેથી મેં આ ચૂંટણીમાં ઝંપલાવ્યું.