આતંકીઓને હવે જડબાતોડ જવાબ આપશે પોલીસનો આ નવો સાથી, જુઓ PHOTOS

Thu, 29 Nov 2018-8:11 am,

હવે મુંબઈ  પોલીસે આવા આતંકીઓને જડબાતોડ જવાબ આપવા અને સુરક્ષા બંદોબસ્ત એકદમ ચુસ્ત કરવા માટે નવું પગલું ભર્યું છે. હવે સુરક્ષા એકદમ ચુસ્ત બનાવવા માટે મુંબઈ પોલીસને મદદ કરશે આ હાઈ ટેક રોબોટ.

રોવર માર્ક નામથી ઓળખાતા આ હાઈટેક રોબોટ હવે મુંબઈ પોલીસને સેવામાં આવી ગયો છે. 

મુંબઈ પોલીસને મિની રિમોટલી ઓપરેટેડ વાહન (MROV) રોવર માર્ક નામથી ઓળખાતો આ હાઈટેક રોબોટ મળ્યો છે. આ હાઈટેક રોબોટનો ઉપયોગ વિસ્ફોટકો અને બોમ્બ ડિસ્પોઝલ માટે કરવામાં આવશે. 

તેનો હેતુ વિસ્ફોટકોના મામલે જાનહાનિ ઓછી થાય છે. આતંકીઓ હુમલા માટે બોમ્બનો પણ મોટા પાયે ઉપયોગ કરે છે.

મુંબઈમાં જે આતંકી હુમલો થયો હતો ત્યારબાદ આ રોબોટ પોલીસના આધુનિકીકરણની યોજનાનો એક ભાગ છે. 

મશીનનો ખર્ચ લગભગ 84 લાખ રૂપિયા છે. હવે એવી આશા સેવાઈ રહી છે કે આ પ્રકારના ડિવાઈઝથી આતંકી હુમલા વખતે જાનહાનિને ખાળી શકાશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link