Photos : New year 2019ને વેલકમ કરવા ભારતના આ શહેરમાં થઈ છે ફુલઓન તૈયારી
આમ તો ન્યૂ યરનું સેલિબ્રેશન દરેક જગ્યાએ થાય છે. પરંતુ મુંબઈમાં તેની અલગ જ ધૂમ જોવા મળે છે. જો તમે મુંબઈની આસપાસ રહો છો અને ન્યૂ યર પર બેસ્ટ ડેસ્ટિનેશનની શોધ કરી રહ્યા છો તો વિચારો નહિ, ગાડી ઉઠાવો અને નીકળી પડો મુંબઈ.
અહીં તમને દરેક પ્રકારની મસ્તીનો માહોલ જોવા મળશે. મુંબઈમાં તમે પુલ પાર્ટથી લઈને ક્રુઝમાં પણ નવા વર્ષનો આનંદ લઈ શકો છો.
થીમ પાર્ટીથી લઈને તમામ પ્રકારની નવી વસ્તુઓની સાથે ન્યૂ યરનું વેલકમ કરવામાં આવે છે. જો તમે પરિવાર સાથે આ દિવસ ઉજવવાના છો તો મુંબઈ બેસ્ટ ઓપ્શન છે. 12ના ટકોરે જ આખુ મુંબઈ આતશબાજીથી ઝગમગી ઉઠે છે.
મુંબઈમાં લોકોને નવા વર્ષની આતુરતાથી રાહ હોય છે. અહીં અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવે છે.
ન્યૂ યર હોવાને કારણે મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવે છે. સાથે જ ટ્રાન્સપોર્ટની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી ટુરિસ્ટ્સને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય.
ન્યૂ યરના જશ્નમાં કોઈ ભંગ ન પડે તો તેના માટે મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કરીને 31 ડિસેમ્બરની રાત્રે પબમાં, હોટલ ખુલ્લા રાખવાની છૂટ આપી છે. જેથી નવા વર્ષે લોકો જોરદાર એન્જોય કરી શકે અને કોઈ રોકટોક કે ટેન્શન વગર નવા વર્ષનું સ્વાગત કરી શકે.
મુંબઈમાં અનેક એવી જગ્યા છે જ્યાં તમે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ન્યૂ યર પર ફુલઓન મસ્તી કરી શકો છો.