Photos : કરોડોની સંપત્તિને એકઝાટકે ત્યજીને આખા પરિવારે લીધી દીક્ષા
મૂળ રાજસ્થાન અને હાલ મુંબઇના ભીંવડીમા રહેતા રાકેશ કોઠારી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને પરિવારમા પત્નિ સીમા તથા સંતાનમા શૈલી અને મીત છે. શૈલી ધોરણ-12માં અભ્યાસ કરે છે અને મીત કોલેજના બીજા વર્ષમા અભ્યાસ કરે છે. આ પરિવારમાં સૌથી પહેલા માતા સીમાએ દિક્ષા લેવાની ઇચ્છા પતિ સમક્ષ મૂકી હતી. પત્નીનું દઢ મનોબળ જોઇ પતિ અને ત્યારબાદ બંને સંતાનોએ પણ દિક્ષા લેવાનું મનોબળ બનાવી દીધું હતું. આજે આ ચારેય પરિવારના સભ્યોએ કરોડો રુપિયાની સંપતિ છોડીને કૈલાસનગર જૈન સંઘ ખાતે સંયમનો માર્ગ અપનાવ્યો હતો. આજે આ દિક્ષા ગ્રહણ સમારોહમા જૈન સંઘના હજ્જારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. દિક્ષાની વિવિધ પ્રક્રિયામાથી પસાર થઇ આખરે ગુનરત્નેશ્વરજીએ આ ચારેયને દિક્ષા આપી નવા નામ સાથે નવુ જીવન આપ્યુ હતુ.
દિક્ષા આપનાર ગુનરત્નેશ્વર સુરિશ્વરજી મહારાજે અત્યાર સુધી 410 લોકોને દિક્ષા અપાવી છે, ત્યારે પરિવારના ચારેય સભ્યોને ગુનરત્નેશ્વરજી મહારાજે દિક્ષા ગ્રહણ કરાવી હતી.
કરોડો રુપિયાની સંપતિ છોડીને રાકેશભાઇ પણ પત્ની સીમા સાથે દિક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પોતાની આ કરોડોની મિલક્ત તેમને પશુ-પક્ષીના ઘાસચારા, ગરીબો માટે તથા જૈન સમાજના સારા કાર્યમાટે દાન કરવાનું નક્કી કરી દીધુ હતુ