કરિયર માટે દિગ્ગજ કલાકારનું લગ્નનું માંગુ ફગાવ્યું, પછી બિઝનેસમેન સાથે કરી લીધા લગ્ન

Wed, 29 Nov 2023-8:32 am,

60 અને 70ના દાયકાની સુંદર અને ચુલબુલી તથા એકદમ હટકે અભિનેત્રીઓની યાદીમાં મુમતાઝનું નામ તો જરૂર સામેલ હશે. મુમતાઝની રાજેશ ખન્ના સાથે જોડી લોકોને ખુબ ગમતી હતી. બંનેએ એક સાથે ઘણી હિટ ફિલ્મો પણ આપી છે. 

રાજેશ ખન્ના ઉપરાંત જે કલાકારો સાથે તે સૌથી વધુ લોકોને પસંદ પડ્યા તે હતા  ધર્મેન્દ્ર અને શમ્મી કપૂર. મુમતાઝ અને શમ્મી કપૂરના પ્રેમના તો ખુબ ચર્ચા પણ ચાલ્યા હતા. આ બધા વચ્ચે શમ્મી કપૂર મુમતાઝને એટલા પસંદ કરવા લાગ્યા કે તેમણે તો લગ્ન માટે સાફ સાફ પ્રપોઝ પણ કરી નાખ્યું હતું. પરંતુ મુમતાઝે રિજેક્ટ કરી દીધા હતા. 

વાત જાણે એમ હતી કે તે વખતે મુમતાઝ 17 વર્ષના હતા અને તેમની કરિયર પીક પર હતી જ્યારે શમ્મી કપૂર પહેલેથી પરીણિત હતા અને પિતા પણ બની ચૂક્યા હતા તથા તે સમય દરમિયાન તેમના પત્નીનો સ્વર્ગવાસ પણ થઈ ચૂક્યો હતો. આવામાં શમ્મી કપૂર ઈચ્છતા હતા કે મુમતાઝ બધુ છોડીને તેમની સાથે લગ્ન કરે અને તેમના પરિવારને અપનાવે. પરંતુ મુમતાઝ તે વખતે તેમની કરિયર છોડવાના મૂડમાં જરાય નહતા. 

મુમતાઝે શમ્મી કપૂરની પ્રપોઝલ રિજેક્ટ કરી અને પછી કરિયરમાં બીઝી થઈ ગયા. પરંતુ 1974માં તેમણે બિઝનેસમેન મયૂર માધવાણીને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા. લગ્ન બાદ મુમતાઝ ખુબ જ ઓછી ફિલ્મોમાં જોવા મળ્યા અને પછી જોત જોતામાં તો સ્ક્રીનથી ગાયબ થઈ ગયા. 

મુમતાઝ લગ્ન બાદ બે પુત્રીઓના માતા બન્યા. જેમાંથી એક પુત્રી નતાશાએ ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાન સાથે લગ્ન કર્યા છે. આથી એ રીતે મુમતાઝ ફિરોઝ ખાનની વેવાણ છે. તેમનું લગ્નજીવન હંમેશા ખુશખુશાલ રહ્યું છે અને થોડા સમયથી તેઓ સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ છે. રિયાલિટી શોમાં પણ જોવા મળી ચૂક્યા છે.     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link