સુરત મહાનગરપાલિકાને દિવાળી ફળી! નેચરપાર્ક અને એક્વેરિયમમાં મુલાકાતીઓનું ઘોડાપુર, લાખોની આવક

Sat, 18 Nov 2023-5:28 pm,

હાલમાં પડેલા દિવાળી વેકેશનને કારણે સુરત મહાનગરપાલિકાના મનોરંજનનાં સ્થળો પર સુરતીઓએ કબજો કરી લીધો હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના પ્રાણીસંગ્રહાલય નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના અને ગાર્ડનમાં હાઉસ ફૂલ જેવો માહોલ છે.

લોકોને મનોરંજન માટે મુશ્કેલી ન પડે તે માટે સોમવાર ની રજા પણ રદ કરવામાં આવી છે. વેકેશનને કારણે હરવા-ફરવાના સ્થળો પર લોકોની ભીડ સાથે પાલિકાની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે.

હાલમાં દિવાળી વેકેશન પડતાની સાથે જ અનેક સુરતીઓ બહારગામ ફરવા ઉપડી ગયા છે. પરંતુ સુરતમાં રહેતા સ્મૃતિઓ અને તેમને ત્યાં આવેલા મહેમાનો સુરત મહાનગરપાલિકાના ફરવા ફરવા ના સ્થળ ઉપર પહોંચી ગયા છે.સુરતના સરથાણા વિસ્તારમાં આવેલો મહાનગરપાલિકા નું પ્રાણીસંગ્રહાલય મુલાકાતીઓ થી ઉભરાઇ રહ્યા છે. 

9 થી 16 નવેમ્બર દરમિયાન પાલિકાના નેચર પાર્ક માં 86971 મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. જેમાં પણ 14 નવેમ્બર ના રોજ પાલિકાના નેચર પાર્કમાં સૌથી વધુ 25081 મુલાકાતીઓ આવ્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link