એક નિવેદનથી બોલિવુડમાં મચી હતી ખલબલી! જાણો બબીતાથી લઈને કપિલ શર્માના વિવાદાસ્પદ બોલ

Sat, 11 Jun 2022-12:49 pm,

બોલિવૂડના સ્ટાર્સ હોય કે નાના પડદાના સ્ટાર્સ.. ક્યારેક જાણતા-અજાણતા તેમના વિશે કંઇક એવું નિવેદન આપવામાં આવ્યું છે, જેણા કારણે તેમને પાછળથી મોટા વિવાદોમાં ફસાવું પડ્યું છે. તો ચાલો જાણીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ મુનમુન દત્તાથી લઈને કોમેડી અભિનેતા કપિલ શર્માના વિવાદાસ્પદ નિવેદનો.

સૌ પ્રથમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ​​જીનો રોલ નિભાવનાર મુનમુમ દત્તાની કરીએ તો... એક વીડિયોમાં જાતિવાદી શબ્દનો ઉપયોગ કરવા બદલ મુનમુન પર ST-SAT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એના કારણે અભિનેત્રીને ઘણી ટ્રોલ થઈ હતી. બાદમાં મુનમુને આ અંગે માફી પણ માંગી હતી અને કહ્યું હતું કે 'તેણે કોઈનું અપમાન કરવાના ઈરાદાથી કે ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી આવું નિવેદન આપ્યું નથી. મને આ શબ્દનો ચોક્કસ અર્થ ખબર ન હતી. મને ખબર પડતા જ મેં તરત જ વીડિયોમાંથી તે ભાગ હટાવી દીધો. હું દરેકને ખૂબ માન આપું છું'.

યુવિકા ચૌધરી એકવાર તેના એક વીડિયોમાં 'જાતિ સૂચક' શબ્દનો ઉપયોગ કરવા બદલ ખરાબ રીતે ટ્રોલ થઈ. તેના પર અભિનેત્રીએ કહ્યું કે આ શબ્દનો ચોક્કસ અર્થ ન જાણવાને કારણે તે બોલી હતી, જાણી જોઈને નથી બોલી. તેણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'હું કોઈને દુઃખી કરવા માંગતી ન હતી. હું બધાની માફી માંગુ છું, આશા છે કે તમે બધા મને સમજી શકશો.

એકવાર ડાન્સ રિયાલિટી શો હોસ્ટ કરતી વખતે રાઘવ જુયાલ નાના સ્પર્ધક ગુંજન સક્સેના વિશે જાતિવાદી ટિપ્પણી કરીને વિવાદમાં આવી ગયા હતા. 'ડાન્સ દીવાને 3' પર નોર્થ ઈસ્ટના સ્પર્ધકોનો પરિચય કરાવતી વખતે રાઘવે ગુંજનની ભાષા વિશે મજેદાર ટિપ્પણી કરી હતી. જ્યારે મામલો વધી ગયો તો રાઘવે માફી માંગી લીધી હતી.

ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની વેબ સિરીઝના પ્રમોશન દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શ્વેતાએ આંતરિક વસ્ત્રો અને ભગવાન વિશે નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી દેશમાં આગની જેમ વિવાદ ઉભો થયો હતો અને અભિનેત્રી પર ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રાના કહેવા પર FIR નોંધવામાં આવી હતી. પરંતુ પાછળથી શ્વેતાએ માફી માંગી હતી.

સિંગર અને હોસ્ટ આદિત્ય નારાયણે ઈન્ડિયન આઈડલના મંચ પર એક સ્પર્ધક સવાઈ ભાટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે શું તેમને લાગે છે કે તે અલીબાગથી આવ્યા છે? રાજ ઠાકરેની આગેવાની પાર્ટી મનસેને આ કોમેન્ટ અપમાનજનક લાગી હતી. વિવાદ વધતા આદિત્યે માફી માંગતા જણાવ્યું હતું કે, હું હાથ જોડીને અલીબાગના લોકો અને તમામ લોકોની માફી માંગવા માંગું છું, જે મારી કોમેન્ટથી દુખી થયા છે. મારો ઈરાદો કોઈને દુખ પહોંચાડવાનો નહોતો. અલીબાગ પ્રતિ મારો પ્રેમ અનન્ય છે અને સમ્માન પણ છે. એ જગ્યાએ, ત્યાંના લોકો અને માટીમાં મારી ભાવનાઓ જોડાયેલી છે.

કોમેડિયન કપિલ શર્મા વર્ષ 2020માં તેના શો 'ધ કપિલ શર્મા શો'ના એક એપિસોડમાં ચિત્રગુપ્ત પર ટિપ્પણી કરીને કાયસ્થ સમુદાયના નિશાના પર આવ્યો હતો. ટ્વિટર દ્વારા માફી માગતા કપિલે કહ્યું કે 'એવું જાણવા મળ્યું છે કે 28 માર્ચ 2020ના રોજ ટેલિકાસ્ટ થયેલા શોના એપિસોડમાં ચિત્રગુપ્તના ઉલ્લેખથી તમારી ભાવનાઓને ઠેસ પહોંચી છે. મારી આખી ટીમ વતી હું તમારા બધાની માફી માંગુ છું. અમારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો.

'મહાભારત'ના ભીષ્મ પિતામહ અને 'શક્તિમાન' ફેમ અભિનેતા મુકેશ ખન્નાએ 'Me Too' અભિયાન દરમિયાન નિવેદન આપ્યું હતું કે 'સ્ત્રીઓનું કામ ઘર સંભાળવાનું છે. હું અફસોસ સાથે કહું છું પણ આ #MeToo સમસ્યા ત્યારે જ શરૂ થઈ જ્યારે મહિલાઓ બહાર આવવા લાગી. આ વિવાદ માટે અભિનેતાએ માફી માંગી હતી.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link