વધતા વજનથી પરેશાન છો તો આ રીતે ખાવ મમરા... સળસળાટ ઉતરી જશે વજન
મમરા પચવામાં ખૂબ જ સરળ હોય છે સાથે જ તે ખૂબ જ સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ પણ છે.
મમરા ફાઈબરથી ભરપૂર હોય છે. જે પાચનતંત્રને સુધારે છે અને સાથે જ ખાધેલી વસ્તુઓ સરળતાથી પચવામાં પણ મદદ કરે છે.
મમરામાં કેલરી ઓછી માત્રામાં હોય છે. આવી સ્થિતિમાં જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.
કેટલાક લોકો મમરામાં સેવ, મગફળી અને અન્ય વસ્તુઓ ઉમેરીને નમકીન મમરા બનાવે છે. તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે.
કેટલાક લોકો ઠંડીની ઋતુમાં મમરાના લાડુ બનાવે છે. આ માટે ગોળને ઓગાળીને મમરા સાથે મિક્સ કરીને તેને ગોળ લાડુનો આકાર આપવામાં આવે છે.
(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો કૃપા કરીને તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.)