OFFERING JOB: દારૂ બનાવતી આ ફેક્ટરી પ્રતિ મહિને આપી રહી છે 7.24 લાખ રૂપિયા પગાર, સાથે રહેવાનું મફત

Tue, 23 Mar 2021-10:36 am,

અમેરિકામાં દારૂ બનાવતી MURPHY GOODE WINERY નામની કંપની પ્રતિ મહિને 7 લાખ 24 હજાર પગાર સાથે નોકરી ઓફર કરે છે. એટલું જ નહીં નોકરી કરતા વ્યક્તિને એક વર્ષ માટે રેંટ ફ્રી ઘર પણ આપવામાં આવશે. આ નોકરી એક વર્ષ માટેની છે. આવો જાણીએ આ નોકરી વિશે તમામ માહિતી. 7 લાખ 24 હજાર પ્રતિ મહિને નોકરી આપતી આ દારૂ બનાવતી કંપની અમેરિકામાં સ્થિત છે. કંપનીનું નામ MURPHY GOODE WINERY છે. આ કંપની કેલિફોર્નિયાના સોનોમામાં સ્થિત છે. આ નોકરીની ખાસ વાત એ છે કે જે પણ વ્યક્તિને આ નોકરી મળશે, તે વાઈન ફેક્ટરીમાં પોતાની પસંદનું કામ કરી શક્શે.

એક રિપોર્ટ મુજબ, નોકરી મેળવતા વ્યક્તિને પોતાનું પેશન નિખારવાનો મોકો મળશે. પહેલા કેટલાક મહિના સુધી વ્યક્તિએ વાઈન ફેક્ટરીમાં અલગ-અલગ કામો કરવા પડશે. ત્યારબાદ તેના પેશનના આધારે પોતાનું કામ પસંદ કરવાનો મોકો મળશે. નોકરી કરતા વ્યક્તિએ દારૂની ફેક્ટરીમાં અલગ અલગ કામોની જાણકારી મેળવવી પડશે. આ સાથે જ ઈ-કોમર્સ વિશે પણ જ્ઞાન મેળવવું પડશે. વ્યક્તિએ અલગ અલગ ટીમો સાથે સંપર્ક રાખવો પડશે.

આ જોબ માટે અપ્લાય કરતા વ્યક્તિની ઉંમર 21 અથવા તેનાથી વધુ હોવી જરૂરી છે. આ વ્યક્તિ પાસે અમેરિકામાં કામ કરવા માટે મંજૂરી પણ હોવી જોઈએ. વ્યક્તિ આ નોકરી કેમ કરવા માગે છે, આ અંગેનો વીડિયો રિઝ્યુમે કંપનીને મોકલવો પડશે. રોલ વેલ્યુ, ક્રિએટિવિટી, ડિઝાઈન, સ્કિલ અને અનુભવના આધારે વ્યક્તિ જોબ માટે નક્કી કરાશે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે. આ જોબ વિશે વધુ માહિતી કંપનની વેબસાઈટ પરથી મેળવી શકાશે.

અમેરિકાની MURPHY GOODE WINE ફેક્ટરી 1985માં સ્થાપિત કરવામાં આવી હતી. 2009માં પહેલીવાર કંપનીએ આ પ્રકારની જોબ ઓફર લોકોને આપી હતી. ત્યારે વ્યક્તિ પાસેથી પોતાના કામને સોશિયલ મીડિયામાં પ્રોમોટ કરવા કહેવાયું હતું. કંપનીની હાલના પડકારને જોતા ફરી આ પ્રકારની જોબ ઓફર કરવામાં આવી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link