સાળંગપુર મંદિરમાં દાદાએ ડ્રમ વગાડ્યું, ભક્તો આ નજારો જોતા જ રહી ગયા 

Sat, 09 Jan 2021-12:57 pm,

આજના કષ્ટભંજન દાદાના વિશેષ સંગીત શણગારના દર્શન કરવાં માટે ભવિકભક્તો ઉમટી પડ્યા હતા. વિશ્વના દેશોમાં વસતા દાદાના ભક્તોએ ઓનલાઇનના માધ્યમથી પણ દાદાના આજના સંગીતમય શૈલીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

મંદિરનું ગર્ભગૃહ આજે સંગીતમય બની ઉઠ્યું છે. આખા ગર્ભગૃહમાં કોઈ સંગીતયમ વાતાવરણ સર્જાયું છે. દાદાની આસપાસ સંગીત રેલાઈ રહ્યું હોય તેવુ અનુભવાઈ રહ્યું છે. 

હનુમાનજી દાદા રામધૂનમાં મગ્ન રહે છે અને દાદાને સંગીત પ્રિય છે. ત્યારે શરણાઈ, નાદ સ્વરમ, ખોલ, સંતુર, મોહન વીણા, વાયોલિન, ગિટાર જેવા 51 સંગીતના સાધનોનો અદભુત નયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો. 

કોઠારી વિવેકસાગર સ્વામીએ આજના દિવસનો વિશેષ મહિમા જણાવતા કહ્યું હતું કે, ધનુર્મસનો છેલ્લો શનિવાર અને સાથે જ સફળા એકાદશી અને સ્વામીનારાયણ મહામંત્ર ૨૧૯માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે હનુમાનજી દાદાને સંગીતના વિવિધ વાદ્યોનો શણગાર કરવામાં આવ્યો હતો. 

વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દાદાના મંદિરે આજે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણા તથા કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન હનુમાનજી દાદાને વિશેષ સંગીત શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રથાના ભાગરૂપે આજે શનિવારે સંગીત વાદ્યોનો શણગાર કરાયો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link