ફિલ્મોમાં સફળતા મેળવવા માટે આ મુસ્લિમ અભિનેત્રીઓએ પોતાના નામ બદલી નાખ્યા
ભોજપુરી સિનેમાની ટોપની અભિનેત્રી રાની ચેટર્જીનું અસલ નામ મિર્ઝા શેખ છે. ફિલ્મોમાં એન્ટ્રી સમયે રાનીનું નામ મિર્ઝા શેખમાથી બદલીને રાની કરી દેવાયું.
આલિયા ભટ્ટ બોલીવુડમાં હાલના સમયની ટોચની અભિનેત્રી છે. પરંતુ શું તમને ખબર છે કે આલિયા એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે. આલિયાના દાદાજીનું નામ શિરીન મોહમ્મદ અલી હતું. પરંતુ તેમના પિતાએ પોતાનું નામ મહેશ ભટ્ટ કરી નાખ્યું.
60ના દાયકાની ટોપની અભિનેત્રી મધુબાલા પોતાની ખુબસુરતી અને કલાથી લાખોના હ્રદય પર રાજ કરતી હતી. પરંતુ તેનું અસલ નામ મુમતાઝ બેગમ હતું.
70 અને 80ના દાયકાની જાણીતી અભિનેત્રી રીના રોય પણ એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે. પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તેણે પોતાનું નામ સાયરા અલીમાંથી બદલીને રીના રોય કરી નાખ્યું હતું.
તબુનું અસલ નામ તબ્બસુમ ફાતિમા હાશમી છે. તબ્બુએ ફિલ્મોમાં આવવા માટે નામ બદલી નાખ્યું હતું.
સંજય દત્તની પત્ની માન્યતાનું અસલ નામ દિલનવાઝ શેખ છે. તેણે પણ ફિલ્મોમાં આવવા માટે પોતાનું નામ બદલી નાખ્યું હતું.