અનોખી મિસાલ છે આ મુસ્લિમ યોગગુરુ, રોજ યોગ કરવાની ખાસ આપે છે સલાહ, જુઓ PHOTOS
યોગ ગુરુ મંસૂર કહે છે કે યોગ આપણા ભારત દેશમાં આદિકાળથી છે પરંતુ તેને લોકપ્રિયતા મોદીજી સત્તામાં આવ્યાં પછી મળી અને ખાસ કરીને જ્યારે વિશ્વ યોગ દિવસની તારીખ નક્કી થઈ ત્યારથી લોકોમાં યોગ પ્રત્યે પ્રેમ અને સન્માન વધ્યું છે અને લોકોએ ખુલ્લે હાથે તેનું અનુકરણ કરવાનું નક્કી કર્યું છે.
યોગ પ્રત્યે દેશમાં આવેલા જાગરૂકતાના કારણે હવે મુંબઈમાં રહેતો મુસ્લિમ સમુદાય ખોટા ભ્રમને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યો છે અને મંસૂર પોતે યોગ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા મુસ્લિમ સમુદાય વચ્ચે યોગ ક્રાંતિ લાવી રહ્યા છે.
સામાન્ય રીતે મુસ્લિમ સમુદાયમાં સૂર્ય નમસ્કાર પ્રત્યે આપત્તિ હોય છે. પરંતુ મંસૂર બલોચનું કહેવું છે કે સૂર્ય નમસ્કાર પ્રત્યે કોઈ આપત્તિ હોવી જોઈએ નહીં અને તેને એક પોશ્ચર તરીકે કરવું જોઈએ. ઈસ્લામ હંમેશા સ્વસ્થ રહેવા માટે અગ્રસર છે.
યોગગુરુ છેલ્લા કેટલાક વર્ષોથી યોગા કરે છે અને મુંબઈમાં ન્યૂ એજ હોટ યોગા નામની એક ઈન્સ્ટિટ્યૂટ પણ ચલાવે છે. બલોચે જણાવ્યું કે તેમની યોગ ઈન્સ્ટિટ્યૂટમાં મુસ્લિમ સમુદાયના ઘણા સ્ટુડન્ટ્સ આવે છે, બુરખો પહેરીને પણ ઘણી મહિલાઓ યોગ શીખવા માટે આવે છે.
યોગ કરનારા યોગીઓનું માનવું છે કે યોગના કારણે તેમની જીવનશૈલીમાં ખુબ પરિવર્તન આવ્યું છે. તેનાથી માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક રીતે પણ તેઓ સ્વસ્થ હોવાનો અનુભવ કરે છે. કેટલાક લોકો છેલ્લા સાત-આઠ વર્ષથી યોગની તાલીમ લઈ રહ્યાં છે, જ્યારે કેટલાક ન્યૂકમર્સ યોગથી થતા ફાયદાને જોઈને આવનારા અનેક વર્ષો સુધી યોગ કરવાની વાત કરે છે.
જ્યાં દેશભરમાં હિન્દુ મુસ્લિમ, ધર્મ, સમુદાય, જાત-પાતના નામ પર યોગને વિભાજિત કરીને સૂર્ય નમસ્કારને વિવાદમાં લાવવામાં આવે છે. આ બધા વચ્ચે આશાનું એક કિરણ બનેલા યોગ ગુરુ મનસૂર બલોચે છેલ્લા 10 વર્ષથી લોકોમાં યોગ પ્રત્યે જાગરૂકતા લાવવાનું કામ કર્યું છે જે મોટી મિસાલ છે.