આ હિલ સ્ટેશન કહેવાય છે `પહાડો કી રાની`, કુદરતે છૂટ્ટા હાથે વેર્યું છે સૌંદર્ય, આ 5 જગ્યા ખાસ જોજો
મસૂરીનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ મોલ રોડ છે જે ખરીદી, ખાણીપીણીની વસ્તુઓ અને ફરવા માટે શાનદાર જગ્યા છે. અહીં તમને અનેક બ્રાન્ડેડ દુકાનો, રેસ્ટોરન્ટ, કેફે અને મનોરંજનના સાધનો મળશે.
મસૂરીથી 15 કિલોમીટર દૂર કેમ્પ્ટી ફોલ્સ પોતાની ઊંચાઈ અને કુદરતી સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. પ્રકૃતિ વચ્ચે શાંત સમય પસાર કરી શકો છો. મનોરમ્ય દ્રશ્યનો આનંદ ઉઠાવી શકો છો.
મસૂરીથી 10 કિમી દૂર આવેલો ભટ્ટા ફોલ્સ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. અહીં તમે ઝરણા નીચે ન્હાવાનો આનંદ લઈ શકો છો. પ્રકૃતિની સુંદરતાનો લ્હાવો લઈ શકો છો.
મસૂરીનો સૌથી જૂનો પાર્ક, કંપની ગાર્ડન પોતાની લીલી હરિયાળી, વનસ્પતિ અને રંગબેરંગી ફૂલો માટે જાણીતો છે. અહીં તમે બાળકો સાથે ફરવા અને પ્રકૃતિનો આનંદ લેવા આવી શકો છો.
મસૂરીની એક સુંદર કૃત્રિમ ઝીલ, મસૂરી ઝીલ નૌકા વિહાર અને અન્ય જળ ગતિવિધિઓ માટે એક શાનદાર જગ્યા છે.