Lizards: અજમાવો આ દેશી નુસખા, ગણતરીની મિનિટોમાં જ ગરોળી ભાગી જશે ઘરમાંથી
જે જગ્યા પર ગરોળી સૌથી વધારે જોવા મળતી હોય ત્યાં એક ડુંગળી લટકાવી દેવી. ડુંગળીની સુગંધથી ગરોળી ભાગી જાય છે.
દિવાલ ઉપર મોરનું પીછું લગાડવાથી પણ તે જગ્યાની આસપાસ ગરોળી ફરકતી નથી.
જો ઘર માં ગરોળી વધી ગઈ હોય તો ઘરની દિવાલ ઉપર લાલ મરચું પાવડર નો સ્પ્રે છાંટી દેવો. તેનાથી ગરોળી તુરંત જ ભાગી જાય છે
પાણીમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી અને જ્યાં ગરોળી સૌથી વધારે ફરતી હોય તે જગ્યા પર આ મિશ્રણ લગાડી દેવું. ત્યાર પછી ક્યારેય ગરોળી જોવા નહીં મળે.
લસણની ગંધથી પણ ગરોળી દૂર થઈ જાય છે. લસણની સુગંધ થી ગરોળી તમારા ઘરમાંથી જ દૂર થઈ જશે.
ગરોળીને ભગાડવા માટે ફીનાઇલની ગોળીનો ઉપયોગ કરી શકાય છે. ફીનાઇલની ગોળી ખૂણામાં રાખી દેવાથી ગરોળી આસપાસ ફરકતી નથી.
કોફી પાવડરને તમાકુ પાવડર સાથે મિક્સ કરીને એવી જગ્યા પર લગાડી દો જ્યાં ગરોળી વધારે દેખાતી હોય. એકવાર આ વસ્તુ લગાડ્યા પછી બીજી વખત ગરોળી ત્યાં જોવા નહીં મળે.