6 ફેમસ ગુજરાતી ડીશ જેને ભૂરિયા પણ ચાખવા માંગે છે, ગુજ્જુઓની આન-બાન અને શાન છે આ નાસ્તા
ગુજરાતમાં થેપલા ખૂબ ફેમસ છે. થેપલા ભાગ્યે જ કોઇ ગુજરાતીને ભાવતા નહી હોય. તેમાં ઘણી બધી સામગ્રીઓ મિક્સ કરીને રોટલીની માફક બનાવવામાં આવે છે. તેને દહી સાથે ખાઇ શકાય છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
જો તમે ગુજરાત ફરવા માટે જઇ રહ્યા છો, તો તમારે ખાંડવી જરૂર ટ્રાય કરવી જોઇએ. આ ખાવામાં ખૂબ જ મુલાયમ અને એકદમ સ્વાદિષ્ટ હોય છે. આ ડિશની સૌથી સારી વાત એ છે કે તેમાં કેલરી ઓછી હોય છે તો તમે ડાયર પર છો તો તેને ટ્રાય કરી શકો છો તમારું વજન પણ નહી વધે.
ગુજરાતમાં ઢોકળા સૌથી ફેમસ છે. તેને ઘણા લોકો ખાવાનું પસંદ કરે છે. આ વરાળ (સ્ટીમ) વડે તૈયાર કરવામાં આવે છે અને તેને લીલી ચટણી, ખટ્ટ-મીઠી ચટની સાથે કરવામાં આવે છે.
ગુજરાતમાં હાંડવો ખૂબ જ ફેમસ છે. આ એક નમકીન તીખી મીઠી આઇટમ છે. તેને ઢોકળાની માફક વરાળ વડે બનાવવામાં આવે છે. પરંતુ તેને બનાવવા માટે એક પ્રકારના પ્રેશર કુકરનો ઉપયોગ કરવામાં આવે છે.
ઘુઘરા એક મિઠાઇ છે. આ અન્ય ભારતીય મીઠાઇની માફક પીરસવામાં આવે છે. આ ભોજનમાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેને ભારતના અન્ય ભાગમાં ગુજીયાના નામે ઓળખવામાં આવે છે.
બાસુંદી એક મિઠાઇ છે, તેને ઘણા લોકો ખાવાનું પસંદ કરે છે. આ મોટાભાગે તહેવારોમાં બનાવવામાં આવે છે. આ કેટલીક હદે રબડીની માફક હોય છે.