કરોડપતિ બનવું છે તો 15X15X15 ફોર્મ્યુલા અજમાવો, થોડા વર્ષમાં ઘરે ગાડી, બંગ્લા હશે
દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે. લોકો શક્ય તેટલા પૈસા કમાઈને આરામદાયક જીવન જીવી શકે છે. જેમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. આ રીતે નાણાકિય આયોજન કરશો તો તમે કરોડપતિ બની શકો છો.
કરોડપતિ બનવા માટે તમારે આજથી જ બચત અને રોકાણ કરવાનું શરૂ કરવું પડશે. આ માટે તમારે દર મહિને તમારી આવકમાંથી થોડી થોડી બચત કરવી પડશે અને આ બચતથી તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરી શકો છો. જે તમને મોટો ફાયદો કરાવી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ શરૂ કરી શકાય છે જેમાં તમારે દર મહિને મ્યુચ્યુઅલ ફંડની સારી સ્કીમમાં રોકાણ કરવાનું રહેશે. રોકાણ કરતી વખતે તમારે 15X15X15ની ફોર્મ્યુલા અપનાવવી પડશે.
15X15X15 ફોર્મ્યુલા હેઠળ તમારે 15 વર્ષ માટે મ્યુચ્યુઅલ ફંડમાં 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમારી ઉંમર 25 વર્ષની છે, તો તમારે 40 વર્ષની ઉંમર સુધી SIPમાં દર મહિને 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમને આના પર 15 ટકા રિટર્ન મળશે તો તમે કરોડપતિ બની જશો.
જો તમે 15 વર્ષ માટે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 15,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમારું કુલ રોકાણ 27 લાખ રૂપિયા થશે. જેના પર તમને લગભગ 74.52 લાખ રૂપિયાનું વળતર મળશે. આ સાથે તમારું કુલ ભંડોળ રૂ. 1.01 કરોડને વટાવી જશે. જો તમને મ્યુચ્યુઅલ ફંડમાં તમારા રોકાણ પર 12 ટકા વળતર મળે છે, તો તમારું ફંડ 17 વર્ષમાં રૂ. 1 કરોડને પાર કરી જશે.
Disclaimer: મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. ભૂતકાળના ડેટાને આધારે ભવિષ્યના વળતરનું માપ ગણી શકાય નહીં. અહીં રોકાણની સલાહ આપવામાં આવતી નથી. કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.