કોરોનાકાળમાં રહસ્યમયી બીમારીથી પરેશાન છે આ દેશના લોકો, સપનામાં દેખાય છે મરેલા માણસો, જાણો કારણ

Mon, 07 Jun 2021-7:30 am,

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ રહસ્યમયી બીમારીના દર્દી એટલાન્ટિક તટ પર વસેલા કેનેડાના ન્યૂ બ્રંસવિક પ્રાંતમાં મળી આવ્યા છે. આ લોકોને સપનામાં મૃત વ્યક્તિઓ જોવા મળે છે. ત્યારબાદથી અહીં લોકોમાં ડર પેદા થઈ ગયો છે. જો કે આ બીમારીની ભાળ મેળવવા માટે કેનેડાના અનેક ન્યૂરોલોજિસ્ટ દિવસ રાત કામ કરી રહ્યા છે. 

આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ બીમારી સેલફોન ટાવરોના રેડિએશન(Cellphone Towers Radiation) થી ફેલાઈ રહી છે. અનેક વૈજ્ઞાનિકો એવા પણ છે જે આ બીમારી માટે કોરોના રસી (Corona Vaccine) ને દોષ આપી રહ્યા છે. જો કે આમાંથી કોઈ પણ દાવાની હજુ સુધી વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ નથી. 

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ બીમારી કેનેડામાં આજથી લગભગ 6 વર્ષ પહેલા ફેલાવવાની શરૂ થઈ હતી. તેની ઝપેટમાં અનેક લોકો આવ્યા હતા. જેમાંથી 6 લોકોના મોત થયા પરંતુ 15 મહિના પહેલા કોરોના મહામારીનો કહેર શરૂ થઈ ગયો. જેના કરાણે લોકો અને સ્વાસ્થ્ય અધિકારીઓનું ધ્યાન આ બીમારીથી હટી ગયું. આ જ મોટી ચૂક સાબિત થઈ. 

જો કે આટલો સમય વીતી ગયા છતાં વૈજ્ઞાનિકો પાસે આ બીમારીનું નામ સુદ્ધા નથી. લોકો સતત સવાલ પૂછી રહ્યા છે કે શું આ બીમારી પર્યાવરણથી ફેલાઈ રહી છે? શું આ વારસાગત બીમારી છે? કે પછી માછલી કે હરણનું માંસ ખાવાથી ફેલાઈ રહી છે? જો આ બધુ નથી તો પછી આ શું છે? પરંતુ વૈજ્ઞાનિકો કઈ પણ જણાવવામાં માટે હાલ સમર્થ નથી. 

આ રહસ્યમયી બીમારીની સાર્વજનિક સૂચના જનતાને માર્ચમાં મળી, જ્યારે ન્યૂ બ્રંસવિકના મુખ્ય ચિકિત્સા અધિકારી (CMO)એ એક પ્રિસ રિલીઝમાં તેનો ઉલ્લેખ કર્યો. ડોક્ટરોનું કહેવું છે કે તેને લઈને ધીમી પ્રતિક્રિયા વૈશ્વિક મહામારી દરમિયાન અન્ય ચિકિત્સા સ્થિતિઓના પડકારોને રેખાંકિત કરી રહી છે. વિજ્ઞાનમાં અસાધારણ પ્રગતિ છતા આપણે હજુ પણ માનસિક રોગ કે ન્યૂરો સંબંધિત બીમારીઓની જાણકારીમાં કેટલા પાછળ છીએ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link