ગુજરાતના આકાશમાં એલિયન આવ્યું કે ભૂત? મોઢેરા અને કડીમાં ભૂતાવળ નાચતી હોય તેવું આકાશમાં દેખાયું
)
મહેસાણાના મોઢેરા અને કડી વિસ્તારના કેટલાક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આકાશમાં અજીબોગરીબ પ્રકાશ પુંજ જોવા મળ્યો છે. આ પ્રકાશ કોઈ સ્પેસ શિપની જેમ મૂવમેન્ટ કરતો દેખાયો હતો.
)
રહસ્યમય પ્રકાશ જોઈ સૌ કોઈ અચરજમાં પડ્યા હતા. આકાશમાં થઈ રહેલી આ વિચિત્ર હરકતનો લોકોએ વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ પ્રકાશ એટલો રહસ્યમયી હતો કે જાણે આકાશમાં ભૂતાવળ નાચતી હોય તેવો અહેસાસ થયો હતો.
)
આ કોઈ ખગોળીય ઘટના છે કે, પછી સ્પેસ શિપ તે વિશે હવે એક્સપર્ટસ માહિતી આપશે તો જ ખબર પડશે. આ અગાઉ અનેકવાર ગુજરાતના આકાશમાં સ્પેસ શિપ, સેટેલાઈટ જોવા મળ્યા હતા. ત્યારે આ વખતે આ રહસ્યમયી વસ્તુ શું છે તેના પર લોકો ચર્ચા કરી રહ્યાં છે.
(Disclaimer : આ વાયરલ વીડિયોની ZEE 24 KALAK પુષ્ટિ નથી કરતું)