એક એવું ગામ જે કુવામાં વસેલું છે..આ રીતે પહોંચી શકાશે અહીં, જાણો કેવી રીતે રહે છે લોકો

Sun, 31 Oct 2021-11:14 am,

આ ગામમાં બનેલી ટોપલીઓ અમેરિકામાં પ્રસિદ્ધ છે. જમીનની નીચે વસુલું આ ગામ દેશ-વિદેશથી આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે કોઈ પણ ગ્રાન્ડ કેનિયનમાં જોવા આવે છે, તે સુપાઈ ગામ જોયા વગર પરત નથી થતું. આ ગામનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા લાયક છે, સુપાઈ ગામ પોતાની અદભૂત વિચિત્રતાના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. 

આ ગામમાં બાળકોના ભણવા માટે સ્કૂલ, પોસ્ટ ઓફિસ, ચર્ચ અને દૈનિક ઉપયોગ માટે વસ્તુઓની દુકાન છે. આવું જમીનની નીચે દુનિયામાં પહેલું બજાર ભરાયેલું જોયું હશે તમે. આ ગામના લોકોએ પોતાના જીવન જરૂરિયાતની વસ્તુંઓ ખૂબજ મુશ્કેલથી નીચે એકત્ર કર્યું છે. અહીં રહેનારા લોકો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, સાથે જ ટોપલી બનાવવાનો પણ તેમનો વ્યવસાય છે.

આ વિસ્તારમાં રહેતા હજારો વર્ષ જુની જનજાતીએ સુપાઈ ગામને વસાવ્યું હતું. આ ગામમાં અમેરિકાના મૂળ રેડ ઈન્ડિયન્સ રહે છે. અમેરિકાની આ જાતી પ્રારંભીક સમયથી જ સાહસી રહી છે. અહીંના લોકો વાતચીત માટે હવાસુપાઈ ભાષાનો ઉપયોગ કરે છે. આ ગામમાં પહોંચવા માટે તમારે 300 ફૂટથી વધુ નીચે ઉતરવું પડશે, જ્યાં પહોંચવાનું રસ્તો ખૂબ જ મુશ્કેલ છે. આ ગામમાં પહોંચવાના બે રસ્તા છે. એક પગપાળા જે રસ્તો ખૂબ જ લાંબો છે. અને બીજો રસ્તો ખચ્ચર પર જવાનો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link