ગુજરાતના આ બીચ પર છે આત્માઓનો વાસ! સાથે જ દેશની કેટલીક રહસ્યમયી જગ્યાઓની તસવીરો જુઓ
જ્યારે પણ વાત ભૂતોની થાય છે ત્યારે લોકોના રૂવાંટા ઉભા થઈ જતા હોય છે. આ છે સુરતનો ડુમસ બીચ. આસપાસના લોકોનું કહેવું છે કે અહીં અજીબ અજીબ ઘટનાઓ ઘટે છે. જોકે આ તમામ ઘટનાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તેમ છતાં લોકો તેની પર વિશ્વાસ કરતા હોય છે. અને તે જગ્યા પર જતા ડરતા હોય છે. લોકોનું કહેવું છે કે આ બીચ પર આત્માઓનો નિવાસ છે. એટલે જ આ બીચ તેમજ નજીકનો વિસ્તાર વેરાન છે.
કેરળના મલપ્પુરમ જિલ્લમાં સ્થિત કોડિન્હી ગામમાં પેદા થનારા મોટા ભાગના બાળકો જુડવા છે. સમગ્ર વિશ્વમાં 1000 બાળકો પર 4 જુડવા પેદા થાય છે. પરંતુ આ ગામમાં દર 1000 બાળકોમાંથી 45 બાળકો જુડવા પેદા થાય છે. આ મામલે ચીન અને પાકિસ્તાન પણ પાછળ છે. ભારતના કેરળ સ્થિત આ મુસ્લિમ ગામમાં કુલ આબાદી 2000 લોકો છે. તેમાથી 250થી વધુ જુડવા લોકો છે. તેવામાં આ ગામમાં, સ્કૂલમાં અને બજારમાં કેટલાક સરખા ચેહરાવાળા બાળકો જોવા મળે છે.
કર્ણાટકના મત્તૂર ગામના શિમોગા જિલ્લામાં સામાન્ય દુકાનદારથી લઈને મજૂર સુધી બધા જ લોકો સંસ્કૃતમાં વાતો કરે છે. દેશની એક ટકાથી ઓછી આબાદી સંસ્કૃત બોલે છે. એટલુ જ નહીં પણ આ ગામના બધા જ ઘરમાં સંસ્કૃતની સાથે સાથે એક એક એન્જિનીયર પણ છે. મટ્ટૂર ગામમને સંસ્કૃત ગામના નામથી પણ ઓળખાય છે. વિશેજ્ઞોનું માનીએ તો સંસ્કૃત શીખવાથી ગણિત અને તર્કશાસ્ત્રનું જ્ઞાન પણ વધે છે. અને બંને વિષય આસાનીથી સમજ આવે છે.
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં સ્થિત મલાણા ગામ (Malana Village) આવુ જ એક રહસ્યમયી ગામ છે. આ ગામના લોકો રહસ્યમયી ભાષામાં વાતો કરે છે. આ ભાષા ત્યાના લોકો સિવાય દુનિયાના કોઈ પણ લોકો નથી બોલતા. આ ગામના લોકો ખુદને યૂનાની સમ્રાટ સિકંદરના સૈનિકોના વશંજ માને છે. કહેવાય છે કે જ્યારે સિકંદરે (Alexander) ભારત પર હુમલો કર્યો હતો ત્યારે કેટલાક સૈનિકો અહીં વસી ગયા. અહીંના લોકો કનાશી નામની ભાષા બોલે છે. જે મલાણા સિવાય દુનિયામાં ક્યાયં નથી બોલવામાં આવતી.
રાજસ્થઆનના જૈસલમેર જિલ્લાના કુલધરા ગામમાં કેટલાક રહસ્ય દફન છે. આ ગામ છેલ્લા 170 વર્ષથી વિરાન છે. આ ગામ વિરામ થયું તેના પછી તે સમજવુ મુશ્કેલ બની ગયુ કે ગામ કેવી રીતે વિરાન બની ગયું. કહેવાય છે કે આ ગામ આત્માઓના કબ્જામાં છે. કુલધરામાં એક શાંત ગલીમાં ઉતરકી સીઢી પણ છે. કહેવાય છે સાંજ પછી ત્યાંથી કેટલાક અવાજો આવતા હોય છે. રહસ્યમયી પડછાયો પણ દેખાય છે. ગામ ખાલી થવા પાછળની કહાની એક દીવાનની ગંદી નિયત અને ગ્રામજનોના સમ્માન સાથે જોડાયેલી છે. જેની રક્ષા માટે પાંચ હજારથી વધુ લોકોએ એક સાથે પલાયન કર્યું હતું.
કોલકાતાથી લગભગ 587 કિમી દૂર કુર્સિયાંગ પશ્ચિમ બંગાળના સુંદર પહાડોમાંથી એક છે. આ પહાડ સમુદ્ર તટથી 1500 મીટરની ઉંચાઈ પર છે. આ હિલ સ્ટેશનને વિક્સિત કરવાનો શ્રેય અંગ્રેજોને જાય છે. કુર્સિયાંગ આસપાસ કેટલાક સુંદર પહાડો છે. જેમાંથી એક છે ડૉવ હિલ્સ (Dow Hills). નેચરલ બ્યૂટિ સિવાય આ પહાડી ભૂતિયા અનુભવો માટે કુખ્યાત છે. ખુબ જ ઓછા લોકો આ તથ્યથી વાકેફ છે. ઘણા લોકોએ અહીં નેગેટિવ એનર્જીનો સામનો કર્યો છે.