Nail Paint Hacks: ઘરમાં ન હોય રિમૂવર ન હોય તો આ દેશી જુગાડ કરીને દુર કરો નેલ પેન્ટ
નેલ પોલીશ કાઢવાનો આ એક અસરકારક ઈલાજ છે. તેના માટે એક વાસણમાં ગરમ પાણી લઈ તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને આ પાણીમાં થોડી મિનિટ માટે હાથ ડૂબાડી રાખો. ત્યાર પછી તમે નખ સાફ કરશો તો એકદમ સાફ થઈ જશે.
જો અચાનક તમારે બહાર જવાનું થાય અને નીલ રિમૂવર ન મળતું હોય તો નેલ પોલીશને દૂર કરવા માટે થોડું ગરમ પાણી લઈને તેમાં નખ ને 25 મિનિટ સુધી ડુબાડી રાખો. ત્યાર પછી રૂ ની મદદ થી ધીરે ધીરે નેલ પેન્ટ સાફ કરી લો.
નખમાંથી નેલ પેન્ટને દૂર કરવા માટે તમે બેકિંગ સોડાની ટ્રીક પણ અજમાવી શકો છો. તેના માટે બેકિંગ સોડામાં ટુથપેસ્ટ મિક્સ કરીને નખ પર લગાડો. થોડીવાર તેને રહેવા દો અને પછી નખ સાફ કરશો તો નેલ પેન્ટ નીકળી જશે.
દાંતને સાફ કરવા માટે જે ટુથપેસ્ટમાં ઉપયોગ થાય છે તે નેલ પેન્ટને પણ સરળતાથી દૂર કરી શકે છે. તેના માટે નખ ઉપર થોડી થોડી નેલ પેન્ટ લગાડી અને 10 થી 15 મિનિટ રાખો. ત્યાર પછી બ્રશની મદદથી નખ અને રગડશો તો નેલ પેન્ટ નીકળી જશે.
નેલ પેન્ટ કાઢવા માટે વિનેગર નો ઉપયોગ પણ કરી શકો છો તેના માટે એક વાટકીમાં થોડું વિનેગર લઈ રૂની મદદથી નેલ પેન્ટ પર તેને લગાડો. દસ મિનિટ પછી ગરમ પાણીથી હાથ જોશો તો નેલ પેન્ટ નીકળી જશે.