સોળે કળાએ ખીલ્યો નર્મદા જિલ્લો, ક્યારેય નહીં જોયો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આવો નજારો

Tue, 26 Jul 2022-10:42 pm,

ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય ખૂબ જ અદભુત હોય છે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુના સાતપુડા અને પહાડો અને એની વચ્ચે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના સમગ્ર વિસ્તારનું દ્રશ્ય જોવું એક અદ્ભુભૂત લહાવો છે

તેમાંય જો ચોમાસાની સીઝન ચાલતી હોય ત્યારે વાત જ અલગ હોય છે. હાલ ત્યારે ભરપૂર વરસાદનાની સિઝન ચાલી રહી છે જેના કારણે અહીંયાના ડુંગરો લીલાછમ બની ગયા છે.

જંગલમાં વહેતાં ઝરણાં પણ પાણીથી ભરપૂર રહ્યા છે. ત્યારે આ સિઝનમાં હજારોની સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા તેમજ આ વિસ્તારમાં ફરવા માટે પ્રવાસીઓ ભારતભરમાંથી આવી રહ્યા છે.

પ્રવાસીઓ કહી રહયા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર સાથે અન્ય કોઈ ને સરખાવાય નહિ એવી અનુભૂતિ. અહીંયા આવનાર પ્રવાસીઓ કરી રહ્યા છે, નર્મદા જિલ્લો વન આચ્છાદિત જિલ્લો છે.

અહીંયા સાતપુડા અને વીંદ્યાચાલની ગિરિમાળાઓ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ આવેલો છે.

ચોમાસામાં આ ગિરિકંદરાઓએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા સુંદર દ્રશ્યો કેવડિયા એકતા નગરમાં જોવા મળે છે.

વરસતા વરસાદ વચ્ચે કુદરતી સૌંદર્ય અદભુત મીની કાશ્મીરની યાદ અપાવે છે. ત્યારે આવા સુંદર વતાવરણને માણવા પ્રવાસીઓ અહીંયા આવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link