ખેડૂતે એવુ દિમાગ દોડાવ્યું, એક ખેતીમાંથી 3 બિઝનેસ કરીને લાખો કમાવ્યા

Thu, 22 Dec 2022-4:25 pm,

કરાંઠા ગામમાં રહેતા પ્રિયાંક પટેલ પહેલા કેળાની ખેતી કરતા હતા. કેળાની ખેતીમાં વર્ષે આવક થતી હતી. ત્યારબાદ તેમને વર્ષ 2019 થી તરબૂચની ખેતી કરી. પણ તડબૂચનો પાક જ્યારે બજારમાં વેચવાનો સમય આવ્યો ત્યારે લોકડાઉન આવી ગયું. ત્યારે આ જાગૃત ખેડૂતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયાનો સહારો લઈને સોશિયલ મીડિયા થકી તરબૂચનું વેચાણ શરુ કર્યું હતું. જેમાં તેમને સારી આવક થઈ હતી. પ્રિયાંક પટેલને ત્યારબાદ બાગાયતી ખેતી તરફ વળવાનો વિચાર આવ્યો અને હાલ તેમને લાલ જામફળની ખેતી કરી છે.

પોતાના 3 એકરના ખેતરમાં 200 રૂપિયાના ભાવના લાલ જામફળના 1300 થી પણ વધુ છોડ વાવ્યા છે. આ જામફળની ખેતી 20 વર્ષની છે, પણ જામફળનું ઉત્પાદન દોઢ વર્ષમાં શરુ થઈ જાય છે. એટલે 20 વર્ષ સુધી તો ખેડૂતની આવક ચાલુ જ રહે છે અને ઉત્પાદન માટે રાહ પણ જોવી પડતી નથી. જામફળની ખેતીની સાથે બીજા પણ પાક લઈ શકાય છે. જેથી આવક બમણી થઈ જાય છે. જામફળની ખેતી કરવાથી તેમાંથી નેચરલ જ્યુસ માટે તેનો પલ્પ પણ બનાવીને બજારમાં વેચી શકાય છે. જ્યારે તેથી વેફર પણ બને છે અને જામફળનો પાવડર પણ બજારમાં વેચીને આવક થઈ શકે છે.

આ લાલ જામફળનું ફળ 1 કિલો ગ્રામ થતું હોય છે. પલ્પ ની વાત કરીએ તો, બજારમાં 200 રૂપિયે કિલો જામફળનો પલ્પ વેચાતો હોય છે. હાલ કરાંઠા ગામના પ્રિયાંક પટેલ પોતાના ખેતરના જામફળ ગુજરાત જ નહિ, પણ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ વેચીને સારું વળતર મેળવી રહ્યા છે. જામફળના વેચાણ માટે એમને ક્યાંય પણ જવાની જરૂર પડતી નથી. ડિજિટલ ઇન્ડિયા દ્વારા એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમ થકી પોતે માર્કેટિંગ કરીને જામફળ વેચી રહ્યા છે. વર્ષ 2022 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ લીધો હતો તે તેમને ચરિતાર્થ કર્યો છે. બાબતે પ્રિયાંક પટેલ જણાવે છે કે જો ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે તો ચોક્કસ ખેડૂતોની આવક બમણી થઈ શકે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link