હિમાલય પર પૃથ્વીના વિનાશ જેવું કંઈક દેખાયું, NASA પણ અચંબિત રહી ગયું, પર્વત પરથી આકાશમાં જતું રહ્યું
ચાર મોટા મોટા જેટ થોડી જ મિનિટોમાં અજીબ વીજળીમાં પરવર્તિત થયેલા દેખાયા હતા અને મોટી ગર્જના થઈ હતી. આ વીજળી આકાશમાંથી પડતી વીજળી કરતા સાવ અલગ હતી. વીજળીનો આ પ્રકાર માત્ર 21 મી સદીમાં જ નોંધાયો છે. NASA ના જણાવ્યા અનુસાર, આ ડિસ્ચાર્જ થોડી ગર્જનાની સાથે આવનારા તોફાન અને પૃથ્વીના આયનામંડળની વચ્ચે થાય છે.
સામાન્ય રીતે, જે વીજળી કડકે છે, તેમાં વિશાળકાળ જેટ્સમાં તેનાથી 50 ટકા વધુ તાકાત હોય છે. weather.com ના અનુસાર, તે ધરતીની સપાટીથી 80 કિલોમીટર ઉપર સુધી જઈ શકે છે. આ વિશાળકાળ જેટ્સનો નીચેનો હિસ્સો વાદળની ઉપરની તરફ ઉડનારા લીલા જેટ જેવો દેખાય છે. જ્યારે કે ઉપરનો હિસ્સો ઉપરના વાયુમંડળના લાલ સ્પ્રાઈટ જેવો દેખાય છે. નાસાના અનુસાર, આ જેટ પૃથ્વીના વાયુમંડળના વિવિધ ભાગોની વચ્ચે આવેશ અસંતુલનનો ઓછું કરે છે.
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં, પ્યૂર્ટો રિકોના ફોટોગ્રાફર ફ્રેન્કી લુસેનાએ આવા જેટ્સને એક તોફાન જેવા નીકળતા જોયા હતા. તે આગળ જઈને ફ્રેકલીન તોફાનમાં બદલાયુ હતુ. 2018 ના વર્ષમા ઓરિસ્સાના ભદ્રકની ઉપર એક હવાઈ જહાજ જેવા વિશાળકાય જેટ્સ જોવા મળ્યા હતા.
આ વિશાળકાય જેટ્સની પ્રકૃતિ અને તેમના બ્લ્યૂ જેટ અને લાલ સ્પ્રાઈટ જેટ ટ્રાન્ઝિએટ લૂમિનસ ઈવેન્ટ્ (TLEs) સાથે શુ કનેક્શન છે, તેના પર રિસર્ચ થઈ રહ્યું છે.