NASA Parker Solar Probe: સૂર્યને `સ્પર્શ` કરનારું દુનિયાનું પ્રથમ અંતરિક્ષયાન, અત્યંત અદભૂત PHOTOS

Thu, 16 Dec 2021-10:00 am,

ખુશીની વાત એ છે આવું પહેલીવાર બન્યું છે કે કોઈ યાન સૂરજની આટલી નજીક પહોંચ્યું. પરંતુ આ પાર્કર સોલર પ્રોબ (Parker Solar Probe) એ હજુ સૌથી નજીક પહોંચવાનું બાકી છે. આ વર્ષની શરૂઆતમાં પાર્કર યાન કોરોનાની અંદર જઈને બહાર આવી ગયું હતું. આ યાત્રા એકદમ નાની હતી. ત્યારે તેનું અંતર સૂરજની સપાટીથી 1.33 કરોડ  કિલોમીટર હતું. 14 ડિસેમ્બરે નાસાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને બતાવ્યું કે તેમનું યાન સૂરજના કોરોનામાં પ્રવેશ કરવામાં સફળતા મેળવી ચૂક્યું છે. એટલે કે પાર્કર સોલર પ્રોબ હવે કોરોનાની વધુ અંદર પહોંચ્યું છે. હાલ સૂરજની સપાટીથી તેનું અંતર લગભગ 79 લાખ કિમી છે. પરંતુ સૌથી નજીક પહોંચવા માટે તેણે હજુ ચાર વર્ષ રાહ જોવી પડશે. 

પાર્કર સોલર પ્રોબ વર્ષ 2025માં સૂરજની સપાટીથી એકદમ નજીક હશે. તે સમયે સૂરજની સપાટીથી તેનું અંતર 61.15 લાખ કિમી હશે. ત્યારબાદ આ યાનનું શું થશે...તે અંગે ન તો નાસાએ જણાવ્યું છે કે ન તો કોઈ ખગોળશાસ્ત્રીએ ભવિષ્યવાણી કરી છે. પરંતુ આ યાને સૂરજના વાયુમંડળમાં પહોંચીને ઈતિહાસ રચી નાખ્યો છે. સૂરજના વાયુમંડળમાં પહોંચવાથી ત્રણ મોટા રહસ્યોનો પર્દાફાશ થશે. 

પાર્કર સોલર પ્રોબ ત્રણ મુખ્ય ચીજોની તપાસ કરશે. પહેલી એ કે  કોરોનામાં વહેતી ઉર્જા અને ગરમીની ગણતરી તથા સૌર હવાઓના વહેણની ગતિ વગેરે... બીજી ચીજ સૂરજના મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રના માળખા અને ડાયનેમિક્સનો અભ્યાસ કરવો અને ત્રીજુ- સૂરજમાંથી નીકળનારા આવેષિત કણોની ઉત્પતિ, વહેણ અને તેના વ્યવહારની તપાસ કરવી. આ ત્રણેય અભ્યાસથી ધરતીને સોલર તોફાનોથી બચાવવામાં મદદ મળશે.   

પાર્કર સોલર પ્રોબ ( Parker Solar Probe) માં પાંચ પેલોડ્સ લાગેલા છે. જે સૂરજ સંબંધિત વિભિન્ન વિષયોનો અભ્યાસ કરે છે. આ પેલોડ્સને સૂરજની ગરમીથી બચાવવા માટે સાડા ચાર ઈંચ મોટી કાર્બન કમ્પોઝિટ પદાર્થની પરત લગાવવામાં આવી છે. પ્રોબમાં પાંચ પેલોડ્સ છે- ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ ઈન્વેસ્ટિગેશન (FIELDS) તે ચુંબકીય લહેરો, રેડિયો તરંગો, ફ્લક્સ, પ્લાઝમા ઘનત્વ અને ઈલેક્ટ્રોન તાપમાનની તપાસ કરશે. 

બીજુ પેલોડ ઈન્ટીગ્રેટેડ સાયન્સ ઈન્વેસ્ટિગેશન ઓફ ધ સન (ISOIS) ઉર્જાવાન ઈલેક્ટ્રોન, પ્રોટોન અને હેવી આયર્ન્સની તપાસ કરશે. ત્રીજો વાઈડ ફિલ્ડ ઈમેજર ફોર સોલર પ્રોબ (WISPR) આ એક ઓપ્ટિકલ ટેલિસ્કોપ છે, જે સૂરજના કોરોના અને ઈનર હેલિયોસ્ફેયરની તસવીરો લેશે. ચોથો પેલોડ સોલર વિંડ ઈલેક્ટ્રોન્સ અલ્ફાસ એન્ડ પ્રોટોન્સ (SWEAP) તે ઈલેક્ટ્રોન, પ્રોટોન અને હીલિયમ આયન્સની વેલોસિટી, ડેન્સિટી, અને તાપમાનની તપાસ કરશે. પાંચમો પેલોડ હેલિયોસ્ફેયરિક ઓરિજિન્સ વિથ સોલર પ્રોબ પ્લસ (HeliOSPP) તે વૈજ્ઞાનિકોને સૂરજ સંબંધિત થિયરી અને મોડલ્સ બનાવવામાં મદદ કરશે. 

પાર્કર સોલર પ્રોબને 12 ઓગસ્ટ 2018ના રોજ કેપ કેનવરલથી ડેલ્ટા-4 હેવી રોકેટથી લોન્ચ કરાયું હતું. આ મિશનની કુલ ઉંમર મર્યાદા સાત વર્ષ છે. જેમાંથી તે 3 વર્ષ 4 મહિના અને 3 દિવસ વિતાવી ચૂક્યું છે. આ યાન બધુ મળીને 555 કિલોગ્રામનું છે. જેમાં 50 કિગ્રા પેલોડ્સ લાગ્યા છે. આ યાન 3 મીટર  ઊંચું અને 2.3 મીટર પહોળું છે. આ યાન 88 દિવસમાં સૂરજનું એક ચક્કર કાપે છે. તેનું આગામી ચક્કર આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લાગશે. 

નાસાના પાર્કર સોલર પ્રોબ કે જેને સૂરજના રહસ્યોનો ખુલાસો કરવા માટે અંતરિક્ષમાં મોકલ્યું છે તે ગત વર્ષ જુલાઈમાં શુક્ર ગ્રહની બાજુમાંથી પસાર થયું હતું. તે સમયે તેણે અનેક પ્રકારના અવાજ રેકોર્ડ કર્યા. આ અગાઉ અંતરિક્ષ વિજ્ઞાનના 30 વર્ષના ઈતિહાસમાં શુક્ર ગ્રહના ઉપરના વાયુમંડળનો અવાજ કોઈએ ન તો સાંભળ્યો હતો કે ન તો તેનો અંદાજો લગાવ્યો હતો. આ પહેલીવાર હતું કે જ્યારે કોઈ અંતરિક્ષયાને શુક્ર ગ્રહનો અવાજ રેકોર્ડ કર્યો હતો. 

પાર્કર સોલર પ્રોબ શુક્ર ગ્રહની સપાટીથી 833 કિમી દૂરથી પસાર થયું હતું. આ યાનના ડેટા એનાલિસિસનું કામ મેરીલેન્ડના લોરેલમાં સ્થિત જ્હોન હોપકિન્સ એપ્લાઈડ ફિઝિક્સ લેબોરેટરીના વૈજ્ઞાનિક કરે છે. નાસા ગોડાર્ડ ફ્લાઈટ સેન્ટરના વૈજ્ઞાનિકો અને શુક્ર ગ્રહના એક્સપર્ટ ગ્લેન કોલિનસને કહ્યું કે આ વખતે પાર્કરે જે ડેટા મોકલ્યો છે તે અદભૂત છે. અમે પહેલીવાર શુક્ર ગ્રહનો અવાજ સાંભળ્યો છે. આ કોઈ સંગીત જેવું જ છે...બસ લયબદ્ધ નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link