ચંદ્રમા પર હશે 174 કરોડ રૂપિયાનું ટોયલેટ, NASAનો ખર્ચ જાણી રહી જશો દંગ

Mon, 30 Nov 2020-6:23 pm,

નવા ડિઝાઇનના ટોયલેટને ચંદ્રમા પર મોકલતાં પહેલાં તેનું આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (International Space Station) પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 

નવી ડિઝાઇન ટાઇટેનિયમ છે અને ઉલ્લેખનીય છે કે મહિલાઓ માટે આ પહેલાંના ટોયલેટ કરતાં ઘણું સારું રહેશે. 

નાસા (NASA)દ્વારા બનાવવામાં આવી રહેલા એક અંતરિક્ષ શૌચાલયનો ખર્ચ 19 મિલિયન ડોલર છે. આ વર્ષે નવા ટોયલેટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જેની કિંમત 22 મિલિયન ડોલર એટલે કે લગભગ 174 કરોડ રૂપિયા છે. આ ટોયલેટને ચંદ્રમા પર મોકલવામાં આવશે. 

તમારા મગજમાં પ્રશ્ન થતો હશે કે આ આટલું મોંઘું કેમ છે? અંતરિક્ષ ટોયલેટ કોઇ સામાન્ય ટોયલેટની માફક હોતુ6 નથી આ સુપર-સ્પેશિયલ વેક્યૂમ ક્લીનર (super-special vacuum cleaners)ની માફક હોય છે.  

તેમાં એકદમ મોંઘી ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. જેના લીધે વિશેષ રીતે પાઇપ અને વેક્યૂમ ટ્યૂબનો ઉપયોગ થાય છે. તેમાં ઉપયોગ થનાર પાણીને રીસાઇકલ કરવામાં આવે છે જ્યારે વેસ્ટને સ્ટોર કરવામાં આવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link