SAVING SCHEMES: આ 5 બચત યોજનાઓમાં રોકાણ પર મળશે બમ્પર વળતર, જાણો આ યોજનાઓ વિશે

Fri, 10 Mar 2023-9:21 am,

વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકાણ ઉત્તમ વળતર આપે છે. આમાં તમને વાર્ષિક 8% સુધી વ્યાજ મળે છે. જેમાં 60 વર્ષથી ઉપરનો કોઈપણ નાગરિક લાભ લઈ શકશે. આમાં, તમને જોઈન્ટ એકાઉન્ટ પર પણ લાભ મળે છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ ખૂબ જ લોકપ્રિય બચત યોજના છે. આ સ્કીમમાં તમને કમ્પાઉન્ડિંગનો લાભ પણ મળે છે. હાલમાં તેમાં 7.1 ટકાનું વળતર મળી રહ્યું છે. દર વર્ષે તમે તેમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. તેમાં રોકાણ કરવા પર તમને આવકવેરાની કલમ 80C હેઠળ પણ છૂટ મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમમાં 7.6 ટકા રિટર્ન મળે છે. અહીં રોકાણ પર તમને આવકવેરાની કલમ 80C હેઠળ રિબેટ મળે છે.

કિસાન વિકાસ પત્ર (KVP) ખૂબ જ લોકપ્રિય યોજના છે. આ યોજનાઓમાં રોકાણ કરવાથી તમને 7.2 ટકા વળતર મળે છે. કિસાન વિકાસ પત્રમાં તમને કોઈપણ પ્રકારની ટેક્સ છૂટ મળતી નથી. આમાં 10 વર્ષ માટે પૈસા જમા થાય છે અને બમણા પાછા મળે છે.

નેશનલ સેવિંગ્સ સ્કીમ (NSS) માં રોકાણ કરવા પર તમને 7 ટકા વળતર મળે છે. આમાં 5 વર્ષ માટે પૈસા જમા થાય છે. તમને 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link