Navratri 2021: નવરાત્રિના 9 દિવસ ડુંગળી અને લસણ કેમ ના ખાવું જોઈએ, જાણો આ પાછળની ધાર્મિક કથા

Wed, 13 Sep 2023-11:47 am,

માત્ર નવરાત્રિ દરમિયાન જ નહીં પરંતુ કોઈ પણ પ્રકારના વ્રત કે પૂજા પાઠમાં ડુંગળી અને લસણ ખાવા પર પ્રતિબંધ હોય છે. આ પ્રતિબંધનું કારણ જાણતા પહેલાં તમારે ભોજનની 3 શ્રેણીઓ સમજવી જરૂરી છે.

સાત્વિક : મનની શાંતિ, સંયમ અને પવિત્રતા જેવા ગુણ

રાજસિક : જુનૂન અને ખુશી જેવા ગુણ

તામસિક : અહંકાર, ગુસ્સો, જુનૂન અને વિનાસ જેવા ગુણ

ડુંગળી અને લસણ તામસી પ્રકૃતિનું ભોજન ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે લસણ અને ડુંગળી જુનૂન, ઉત્તેજના અને અજ્ઞાનતામાં વધારો કરે છે જેનાથી આધ્યાત્મિક્તાના માર્ગ પર ચાલવામાં મુશ્કેલી પડે છે. આ જ કારણથી નવરાત્રિ દરમિયાન જે લોકો ઉપવાસ નથી પણ કરતા તે પણ સાત્વિક ભોજન લે છે.

​ધાર્મિક માન્યતાઓ પ્રમાણે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવા માટે ભક્તોને આધ્યાત્મિક ઉર્જાની જરૂર હોય છે. ડુંગળી અને લસણ ખાવાથી શરીરમાં ગરમી વધે છે જેના કારણે મનમાં કેટલાય પ્રકારની ઈચ્છાઓ જન્મ લે છે. આ પ્રકારની ઈચ્છાઓના કારણે વ્યક્તિ પૂજા પાઠના રસ્તા પરથી ધ્યાન ગુમાવી બેશે છે. આ ઉપરાંત ઉપવાસ દરમિયાન દિવસે ઉંઘ લેવા પર પણ રોક છે. ડુંગળી અને લસણ ખાવાથી શરીરમાં સુસ્તી આવે છે જેથી આ 9 દિવસ દરમિયાન ડુંગળી અને લસણ ખાવામાં આવતું નથી.  

ડુંગળી અને લસણ ના ખાવાની પાછળ સૌથી પ્રસિદ્ધ ધાર્મિક કથા રાહૂ અને કેતૂ સાથે જોડાયેલી છે. સમુદ્ર મંથનથી નિકળેલા અમૃતને મોહિની રૂપ ધારણ કરી ભગવાન વિષ્ણુ જ્યારે અમૃત વહેંચી રહ્યા હતા તે સમયે બે રાક્ષસ રાહૂ અને કેતૂ પણ ત્યાં જ આવીને બેસી ગયા હતા. ભગવાને તેમને દેવતા સમજીને અમૃતના ચાર ટીંપા આપી દીધા તે સમયે સૂર્ય અને ચંદ્રમાંએ જણાવ્યું કે આ બન્ને રાક્ષસ છે. ભગવાને એ બન્ને રાક્ષસના માથા ધડથી અલગ કરી દીધા. આટલા સમયમાં અમૃત તેમના ગળાથી નેચે ઉતર્યું ન હતું.  માટે ગળાથી નીચેનો ભાગ નષ્ટ થઈ ગયો. મોંઢામાં અમૃત હોવાથી આ બન્ને રાક્ષસના મોંઢા અમર થઈ ગયા.

ભગવાન વિષ્ણુએ રાહૂ અને કેતૂના માથા કાપ્યા ત્યારે અમૃતના ટીંપા જમીન પર પડ્યા હતા જમીનમાંથી ડુંગળી અને લસણ ઉત્પન્ન થયા. ડુંગળી અને લસણ અમૃતના ટીંપામાંથી ઉત્તપન્ન થયા હોવાથી બિમારીઓને નષ્ટ કરવામાં અમૃત સમાન હોય છે. આ અમૃત રાક્ષસસોના મુખમાંથી નિકળ્યા હોવાથી તેમાં તીવ્ર ગંધ હોય છે અને તેને અપવિત્ર માનવામાં આવે છે. ડુંગળી અને લસણને અપવિત્ર માનવામાં આવે છે માટે ક્યારેય ભગવાનના ભોગમાં લસણ ડુંગળીનો ઉપયોગ થતો નથી. કહેવામાં આવે છે કે જે લસણ અને ડુંગળી ખાય છે તેમનું શરીર રાક્ષસસોની જેમ મજબૂત તો થઈ જાય છે પણ તેમની બુદ્ધિ અને વિચાર દૂષિત થઈ જાય છે.

(નોટ: આ લેખમાં આપવામાં આવેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટી કરતું નથી)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link