પાંચ પેઢીથી માતાજીના ગરબા બનાવતો પ્રજાપતિ પરિવાર, માટીકામને માને છે પોતાની રોજી

Thu, 22 Sep 2022-4:10 pm,

દેશ વિદેશમાં ગુજરાતની નવરાત્રિ સુપ્રસિદ્ધ છે. દેશ વિદેશથી લોકો નવરાત્રિમાં ગુજરાત આવતા હોય છે. શ્રાદ્ધ પૂર્ણ થતાં હિન્દુ પર્વની શરૂઆત થઈ ગઈ. તેમાં પણ ગુજરાતીઓનું પ્રિય પર્વ એટલે નવરાત્રિનું પર્વ કોરોના સમયમાં છેલ્લા બે વર્ષથી ખેલૈયા નિરાશ હતા. આ વર્ષ શેરી ગરબા સાથે પાર્ટી પ્લોટ પર ગરબાની છૂટ મળતા ખેલૈયાઓ આનંદમા છે. જ્યારે માતા દુર્ગાના આ પર્વમા માનતા અને પરંપરા પ્રમાણે ઘેર ઘેર વિવિધ ભાતના તૈયાર કરેલા શુકનના કોડિયા અને નવરાત્રીમાં માતાજીના ગરબાનું પણ અનેરું મહત્વ છે. જેને લઇ માટીના બનાવેલ કોડિયાં અને મટકી (ગરબી) ને રંગ રોગાન કરી અવનવી ડિઝાઇનમા તૈયાર કરવામાં આવે છે.

આણંદના પ્રજાપતિ સમાજના લોકોએ મોટાપાયે ગરબા તૈયાર કર્યાં છે. મોટા શહેરોને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે. જો કે બજારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આકર્ષક લગતા ચાઇનીઝ કોડિયા આવી જતા આપણા કારીગરોની મૂળભૂત હસ્ત કળા પર મરણતોલ ફટકો પડ્યો છે. તેમ છતાં આજે પણ ગરબાની પરંપરા જળવાઈ રહી છે.

આણંદના પ્રજાપતિ સમાજના કારીગરોઓએ આજે પણ આ માટીની આ કળાને સાચવી રાખી છે. નવરાત્રિમાં હવેના સમયમાં ચાઇનીઝ વસ્તુઓ જેવી કે ઇલેક્ટ્રિક લાઈટો, સિરીઝો, ઇલેક્ટ્રિક દીવડાઓ વગેરેનું ચલણ વધી રહ્યું છે. ત્યારે આણંદનાં પ્રજાપતિ સમાજના ધ્રુવીલ પ્રજાપતિનો પરિવાર આજે લગભગ પાંચમી પેઢીએ પણ તેમનો વારસાગત એવું માટીકામ કલાકારી કરી રહ્યો છે. તે તહેવારોમાં માટીમાંથી ખાસ પ્રકારની વસ્તુઓ બનાવે છે.   

માતાજીનો ગરબો ખરીદવા હાલ બજારમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહ્યા છે. ત્યારે માત્ર આણંદ જ નહિ પરંતુ આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં અહી ગરબો ખરીદવા ઉમટી પડે છે. આજના આધુનિક યુગમાં નવરાત્રિનું પણ આધુનીકરણ થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આણંદ શહેરમાં આજે પણ નવરાત્રિ દરમિયાન માતાજીના ગરબાને ખરીદી તેમાં દીવો પ્રગટાવવાની પરંપરા અને સંસ્કૃતિ અકબંધ છે. બજારમાં આજે પણ માટીના ગરબાનું આગવું મહત્વ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link