નવરાત્રી શરૂ થતા જ આ 3 રાશિવાળાના સારા દિવસો થશે શરૂ, આકસ્મિક ધનલાભ થતા બેંક બેલેન્સ વધશે, તિજોરીઓ ખૂટી પડશે!

Tue, 01 Oct 2024-10:24 am,

આ વર્ષે નવરાત્રીની શરૂઆત 3 ઓક્ટોબર 2024થી થઈ રહી છે અને શનિવારે 12 ઓક્ટોબરના રોજ વિજયાદશમીના દિવસે રાવણ દહન સાથે સમાપ્ત થશે. આ વખતે નવરાત્રી શરૂ થવાના એક દિવસ પહેલા એટલે કે 2 ઓક્ટોબરની રાતે વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ પણ પડી રહ્યું છે. પરંતુ ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે નવરાત્રી સૂર્યગ્રહણના સાયાથી મુક્ત રહેશે. જ્યોતિષાચાર્યો અને પંડિતો મુજબ શારદા નવરાત્રી શરૂ થતા જ દેવી માતાની કૃપાથી તમામ રાશિઓને લાભ થશે. પરંતુ 3 રાશિઓના તો સારા દિવસો શરૂ થઈ શકે છે. તેમનું બેંક બેલેન્સ અચાનક વધી શકે છે. જાણો 3 લકી રાશિઓ કઈ કઈ છે. 

વૃષભ રાશિ: દેવી માતાના આશીર્વાદથી તમારા જીવનમાં શાંતિ અને સ્થિરતા વધશે. તણાવ અને ચિંતાથી મુક્તિ મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. રોકાણથી લાભ થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થવાથી આવક વધશે. જે બેંક બેલેન્સમાં પણ જોવા મળશે. સાથે કામ કરનારાઓ સાથે સંબંધ મધુર બનશે. વેપારમાં વિસ્તારની નવી તકો મળશે. લાભમાં વધારો થશે. કારોબારી મુસાફરી થઈ શકે છે. લાભ અને લેવડદેવડ સુચારુ રીતે ચાલતા રહેશે. નવરાત્રી બાદ વિદ્યાર્થીઓ માટે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. માતા પિતાના આશીર્વાદ મળશે. 

સિંહ રાશિ: નવરાત્રી દરમિયાન અને ત્યારબાદ તમારામાં ભરપૂર આત્મવિશ્વાસ અને સકારાત્મક સોચ યથાવત રહેશે. તમે નવા પોઝિટિવ વિચારોને જન્મ આપશો અને તેને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશો. આવકમાં વધારાની સાથે જીવન જીવવાની ઢબમાં પણ પરિવર્તન આવશે. નોકરીમાં સ્થિરતા આવવાથી માનસિક શાંતિ રહેશે. વેપારમાં લાભ થવાની શક્યતા છે. ઉદ્યોગ ધંધાઓમાં વિસ્તારની તકો મળશે. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ વર્ક પૂરું કરવામાં સીનિયરોનો સાથ મળશે. પરિવારની સાથે સમય વિતાવવાની તક મળશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. 

તુલા રાશિ: માતારાની તમારા પર અને  તમારા શુભચિંતકો પર કૃપા જાળવી રાખશે. તમે વધુ શાંત અને સંતુલિત મહેસૂસ કરશો. તણાવ ઘટશે. નોકરીમાં પ્રગતિની તકો મળશે. બેંક બેલેન્સ વધશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરશો. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. વિવાહના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે. જૂની બીમારીઓથી છૂટકારો મળી શકે છે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link