PHOTOs: યુવાધન હિલોળે ચઢ્યું; હૈયે હૈયું દળાય એવી ભીડ વચ્ચે `છોગાડો` છવાયો
નવરાત્રી કે નવરાત્ર એક હિંદુ ઉત્સવ છે . જેમાં મા શક્તિની પૂજા અને ગરબા કરવામાં આવે છે અને મા પ્રત્યે ભક્તિભાવ દેખાડાય છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રી - નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ / દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
ગુજરાતમાં નવરાત્રિની ધૂમ મચે છે. 2 નોરતાં પૂરા થયા છે અને આજે ત્રીજુ નોરતું છે. રાજ્યમાં લાખો ગુજરાતીઓ રાત પડે ને મૌજમાં આવીને ગરબા રમે છે. બીજા નોરતે અમદાવાદમાં એસપી રીંગ રોડ પર એવરગ્રીન પાર્ટી પ્લોટમાં બ્લોમિંગ ગ્રૂપ ઓફ સ્કૂલ દ્રારા આયોજિત "છોગાડો"ની થીમ પર યોજાયેલી નવરાત્રીમાં નાના છોકરાઓથી લઈને મોટરાંએ ધૂમ મચાવી હતી. હૈયે હૈયું દળાય એવી ભીડ વચ્ચે યોજાયેલા આ ગરબા મહોત્સવમાં જબરદસ્ત માહોલ રહ્યો હતો.