તબાહીની ખૌફનાક તસવીરો: ગુજરાતના આ જિલ્લામાં વાદળ ફાટ્યું! નદીઓમાં પૂર, શાળા-કોલેજો બંધ

Fri, 28 Jul 2023-6:28 pm,

નવસારી જિલ્લામાં 22મી જુલાઈથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ ગત રાત્રે અચાનક ચાર-પાંચ કલાકમાં નવસારી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ કફોડી બની હતી. જિલ્લાનો 35 ટકા વિસ્તાર જળબંબાકારની ઝપેટમાં આવી ગયો છે. જેથી કલેક્ટરે શાળા-કોલેજો બંધ કરાવી હતી.

નવસારીની નદીઓમાં પાણીના સ્તરમાં વધુ વધારો થવાની આગાહી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. મુખ્ય પૂર્ણા નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. હવામાન વિભાગની ચેતવણીમાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નવસારીમાં ગત રાત્રિથી પડેલા ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદના જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લામાં 40 ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી લોકોને બચાવી શકાય.

પૂર્ણા નદીના જોખમના સ્તરથી ઉપર વહેતા સુરત મુંબઈ હાઈવે પર પૂર આવ્યું છે. જેના કારણે હાઈવે પર જામની સ્થિતિ સર્જાઈ છે. વાહનોની લાંબી કતારો લાગી છે. કેટલીક જગ્યાએ હાઈવેના બંને છેડે પાણી ભરાઈ ગયા છે.

નવસારી જિલ્લાના કાઠીયાવાડ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા ગયા બાદ તંત્ર દ્વારા સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

નવસારી જિલ્લાના કેટલાક પોશ વિસ્તારો પણ ભારે વરસાદને પગલે જળબંબાકારની ઝપેટમાં આવી ગયા છે. પૂર્ણા નદીમાં ખતરાનું નિશાન 23 ફૂટ છે. નદી હાલમાં 24 ફૂટના સ્તરે વહી રહી છે. જિલ્લાના ગધેવાન વિસ્તારમાં સ્થિતિ વધુ ખરાબ છે.  

જિલ્લામાં પૂર્ણા નદીએ ખતરાના નિશાનને વટાવ્યા બાદ લોકો નદી કિનારે ન જાય તે માટે પોલીસને એલર્ટ કરવામાં આવી છે. એટલું જ નહીં અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં ચોમાસાની શરૂઆત થયા બાદ અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે 22મી જુલાઈના રોજ પણ જિલ્લામાં વાદળોનો કહેર જોવા મળ્યો હતો. જેના કારણે એક ગેસ એજન્સીના સિલિન્ડર તણાઈ ગયા હતા. હજુ પણ 182 સિલિન્ડર ગુમ છે. લોકોને સિલિન્ડર પરત કરવા અપીલ કરવામાં આવી છે અન્યથા પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link