નવસારી જળબંબાકાર! પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા ફરી શહેર પાણીમાં ડૂબ્યું

Fri, 26 Jul 2024-10:04 am,

દક્ષિણ ગુજરાતમાં મોડીરાત્રે ફરી વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રે તાપી, ડાંગ, નવસારી, સુરતમાં વરસાદ વરસ્યો હતો. તાપીના ડોલવણમાં 24 કલાકમાં કુલ 7 ઈંચ વરસાદ નોંધાયો. તો ડોલવણમાં 5.5 ઈંચ વરસાદ રાત્રિ દરમિયાન વરસ્યો. ડાંગના સુબીરમાં પણ પડ્યો પોણા 7 ઈંચ વરસાદ નોધાયો. નવસારીમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા દરમિયાન 6.5 ઈંચ જેટલો ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. 

તાપીના ઉચ્છાલમાં પોણા 6, સુરતના મહુવામાં સવા 5 ઈંચ વરસાદ રહ્યો. નવસારીના જલાલપોર, ગણદેવીમાં 5 ઈંચ વરસાદ રહ્યો. તાપીના વાલોડ, સોનગઢમાં પણ 4 ઈંચ વરસાદ રહ્યો. આમ, છેલ્લાં 24 કલાકમાં રાજ્યના કુલ 111 તાલુકામાં વરસાદ વરસ્યો. દ.ગુજરાતના 14 તાલુકામાં વરસ્યો 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો. 

નવસારીમાં મન મુકીને મેઘરાજા વરસ્યા. નવસારીમાં રાત્રે દસ વાગ્યાથી સવાર સુધીમાં 6 ઈંચથી વધુ વરસાદ નોધાયો. આ કારણે પૂર્ણા નદી ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર વહી રહી છે. પૂર્ણા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘુસ્યા છે.   

નવસારી સહિત ઉપરવાસના જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર્ણ નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. પુણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ નજીક પહોંચી છે. 

રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદની જિલ્લા તંત્રએ દરકાર ન કરી, જેથી હાલ ચારેતરફ પાણી ભરાયા છે. નવસારીની શાળા કોલેજોમાં રજા જાહેર ન કરતા વિદ્યાર્થીઓ અટવાયા છે. શાળાની અનેક સ્કૂલ વેન બસ રસ્તા બંધ થતા અટવાઈ હતી. પાણીમાં ગરકાવ થયેલા રસ્તાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. સ્થિતિને જોઈ શાળાઓએ મોડે મોડે રજા જાહેર કરી હતી. તંત્ર દ્વારા હજી પણ શાળા કોલેજ બંધ કરવા મુદ્દે કોઈ નિર્ણય જાહેર ન કરાયો.   

પુર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. શાંતાદેવી, ગધેવાન, ભેસ્તખાડા, મહાવીર સોસાયટી, માછીવાડ, કાશીવડી જેવા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. તંત્ર મોડે મોડે એલર્ટ થતાંની સાથે કામગીરીમાં જોતરાયું છે, ઉપરવાસ વરસાદ ના પગલે હજી પાણી વધુ ભરાય એવી શક્યતા છે. 

નવસારી જિલ્લામાં છઠ્ઠા દિવસે પણ ભારે વરસાદને કારણે નવસારી શહેર સહિત જિલ્લામાં પૂરની સ્થિતિ જિલ્લાની ત્રણ લોકમાતાઓમાં જળસર વધતા ના વિસ્તારોને સતત કરાયા નવસારી શહેરના દશેરા ટેકરી શાંતાદેવી રોડ રિંગ રોડ કમેલા દરવાજા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થતાં લોકોને સતત રહેવા સાથે અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા નદીઓની સપાટી અને વરસાદ ઉપર ચાંપતી નજર સાથે જ અધિકારીઓને એલોટ મોડમાં રાખવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં સવારે 6:00 વાગ્યે પુરા થતા 24 કલાકમાં નવસારીમાં 6.66 ઇંચ ઇંચ, જલાલપોરમાં 5.41 ઇંચ ગણદેવીમાં 5.12 ઇંચ ચીખલીમાં  2.25 ઈંચ ખેરગામ 2.16 ઈંચ અને વાંસદામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે હજી પણ જિલ્લામાં વરસાદ અવિરત ચાલુ છે અને લોકોને ફતમાં મૂકી રહ્યો છે.

ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની ખાડીઓ નદીઓમાં પાણીની આવક વધતા અનેક રસ્તાઓ થયા બાદ નવસારી ગણદેવી માર્ગ પર અદડા ગામ નજીક પાણી પરિવર્તન બંધ થયો છે. મુશળધાર વરસાદને લઈને દશેરા ટેકરીની રેલ રાહત કોલોનીમાં પાણી ભરાયાં. સ્થાનિકોના ઘરોમાં વરસાદી પાણી બીજીવાર ધૂસી જતા હાલાકી વેઠવી પડી રહી છે. તારીખ 24 ના રોજ પાણી ભરાયા બાદ આજે ફરી વરસાદી પાણી ભરાતા તંત્ર દોડતું થયું. 50 જેટલા ઘરોમાં રાત્રિ દરમ્યાન પાણી ભરાઈ જતા સ્થાનિકોએ કર્યા ઉજાગરા, ઘર વખરી પલળી છે. અસરગ્રસ્તોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. પૂર્ણનદી ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર વહી રહી છે. 

તો બીજી તરફ, તાપી જિલ્લામાં વહેલી સવારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે બે કલાકમાં તાપીના ઉચ્છાલમાં સવા 2 ઈંચ વરસાદ રહ્યો. તાપીના સોનગઢમાં પણ ધમાકેદાર વરસાદ તૂટી પડ્યો છે. ડાંગના સુબીર, નર્મદાના સાગબારામાં પણ વરસાદ રહ્યો. તો છોટાઉદેપુરના ક્વાંટ, સાબરકાંઠાના તલોદમાં પણ વરસાદ નોંધાયો. આમ આજે સવારે 6થી 8 વાગ્યામાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ રહ્યો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link