એક એવા નવાબ જેના પેલેસમાં છે કરોડો રૂપિયાના Paintings, Photos જોશો તો જોતા જ રહી જશો
ઉત્તરપ્રદેશમાં આવેલા રામપુરના છેલ્લા નવાબ રઝા અલીખાનના પેલેસ ખાસ છે. આ પેલેસમાં કોઠી લખીબાગ આવેલી છે. અહીં કેટલીક પેઈન્ટિંગ એવી છે જેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે.
રામપુરના નવાબ પેઈન્ટિંગ અને કળાના કેટલા શોખિન છે, એ વાતનો અંદાજ તેમના મહેલની દિવાલો પર લગાવેલી પેઈન્ટિંગ પરથી લગાવી શકાય છે. આ પેઈન્ટિંગની કિંમત 23 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ વાત પરથી જ તમે અંદાજો લગાવી શકો છો, કે રામપુરના નવાબના શોખ કેટલા શાહી હતા.
રામપુરમાં જેટલા પણ નવાબ થયા, તે કળાનું ખૂબ જ સન્માન કરે છે. આ જ કારણ છે કે, તેમના પેલેસમાં ખૂબ જ કિંમતી પેઈન્ટિંગ લાગેલી છે. રામપુરમાં થયેલા નવાબોની તસ્વીરો દુનિયાના મશહુર પેઈન્ટર પીટર લેલી અને જાન હેનસન જેવા કલાકારોએ બનાવી હતી. આ પેઈન્ટિંગ્સની કિંમત લગાવવામાં આવી તો, કિંમત 23 કરોડથી પણ વધુ આંકવામાં આવી.
આ પેઈન્ટિંગની ખાસિયત એ છે કે, તેને જોઈને એવુ લાગે કે, જાણે તે હમણાં જ બોલશે. વર્ષો વિત્યા બાદ પણ પેઈન્ટિંગ્સ એવી જ છે, જેવી પહેલા હતી. પેઈન્ટિંગને જોઈ એવુ લાગે કે, જાણે કોઈ પેઈન્ટરે હજુ થોડા દિવસ પહેલા જ બનાવી છે.
નવાબ ખાનદાનનાં વંશજોએ જણાવ્યાનુસાર કટિહર રાજા રામસિંહ દ્વારા બનાવવામાં આવેલા રામપુરમાં અંદાજે પોણા બે વર્ષ સુધી નવાબોનું રાજ રહ્યું. આ દરમિયાન 10 નવાબની સત્તા ચાલી. પેલેસની તમામ જગ્યા પર લાગેલી પેઈન્ટિંગ આજે પણ નવાબોની શાન વધારી રહી છે.
નવાબ ખાનદાનનાં વંશજ અને પૂર્વ મંત્રી નવાબ કાઝિમ અલી ખા ઉર્ફે નવેદ મિયાએ જણાવ્યું કે, મોટાભાગની પેઈન્ટિંગ છેલ્લા નવાબ રઝા અલી ખાનનાં સમય દરમિયાન બની. પેઈન્ટિંગની કિંમત અંગે નવેદ મિયાએ જણાવ્યું કે, જ્યારે પાર્ટિશન સૂટ ફાઈલ થયુ ત્યારે અમે એક લિસ્ટ આપ્યુ હતું. લિસ્ટમાં ઘણી પેઈન્ટિંગ્સ, કેનવાસ, ઓઈલ પેઈન્ટ પણ હતા. આ વસ્તુઓના સમયાંતરે એન્ટિક કેલ્યુએટર થતા રહે છે. આ કેલ્યુએટર અને સમય પીરિયડના આધારે પેઈન્ટિંગની કિંમત લગાવવામાં આવે છે.
નવાબ ખાનદાનનાં વંશજ નવેદ મિયાએ કહ્યું, કે પેઈન્ટિંગની કિંમત જે 23 કરોડ આંકવામાં આવી છે. તેના કરતાં પણ કિંમત અનેકગણી વધુ છે. તમે પેરિસ અને ઈટલીના મ્યુઝિમમાં જાવ, તો તમને ખ્યાલ આવશે કે, એક-એક- પેઈન્ટિંગની કિંમત લાખો યૂરો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, નવાબ રઝા અલીખાનના પેલેસમાં 200 ઓરડા છે. 200 ઓરડાનો આ મહેલ 55 એકરમાં ફેલાયેલો છે. પેલેસના વિસ્તારને જોઈને તમે જાતે જ અંદાજો લગાવી શકશો, કે નવાબ પાસે પેઈન્ટિંગ્સનો કેટલો ખજાનો છે.