Wedding Album: રણબીર-આલિયાના લગ્ન પહેલાં જુઓ ઋષિ-નીતૂ કપૂરના ગ્રાન્ડ વેડિંગની તસવીરો...
બોલીવુડ સ્ટાર રણબીર કપૂરના દિવંગત પિતા અને દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર અને નીતૂ કપૂરે 22 જાન્યુઆરી 1980ના લગ્ન કર્યા હતા.
ઋષિ કપૂર અને નીતૂ કપૂરના લગ્ન તે સમયના ગ્રાન્ડ વેડિંગમાં સામેલ હતા. આ લગ્નમાં બી ટાઉનના અનેક સિતારાઓ હાજરી આપવા પહોંચ્યા હતા.
આ લગ્ન આર કે સ્ટૂડિયોમાં થયા હતા. તસવીરમાં દુલ્હન નીતૂ કપૂરની સાથે રેખાને જોઈ શકાય છે.
લગ્ન બાદ કપલનું ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ રિસેપ્સનમાં નીતૂ કપૂર ગુલાબી કલરની સાડીમાં જોવા મળ્યા હતા.
42 વર્ષ પહેલા થયેલા કપૂર પરિવારના આ લગ્ન બાદ સ્પષ્ટ છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ખુબ ગ્રાન્ડ લેવલ પર થવાના છે.
મહત્વનું છે કે ઋષિ કપૂર અને નીતૂને બે બાળકો છે. એક પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર સાહની.
9 એપ્રિલ 2020ના કેન્સરને કારણે દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયુ હતું. મહત્વનું છે કે લગ્ન બાદ નીતૂ એક્ટિંગથી દૂર રહ્યા હતા.
વર્ષ 1983માં ફિલ્મ ગંગા મેરી માં રિલીઝ થઈ હતી. તેના 25 વર્ષ બાદ 2009માં તે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલમાં કેમિયોમાં જોવા મળી હતી.
વર્ષ 2010માં તેમની ફિલ્મ બો દૂની ચાર રિલીઝ થઈ જેમાં તેની મુખ્ય ભૂમિકા હતી. હાલ નિતૂ કપૂર ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળી રહ્યાં છે.