રેઈનકોટ પહેરીને બોલ્ડ લુકમાં જોવા મળી Neha Bhasin, Sonam Kapoor ના એરપોર્ટ લુકે મચાવી તબાહી
સોનમ કપૂર મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર ભારે વરસાદમાં છત્રી લઈને જતી જોવા મળી. આ પ્રસંગે એક્ટ્રેસ ઓરેન્જ કલરનો લુઝ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીએ બ્લેક હેન્ડબેગ અને માથા પર ટોપી પહેરી હતી. આ દરમિયાન એક્ટ્રેસે સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપ્યા હતા..
પરિણીતી ચોપરા પણ એરપોર્ટની બહાર જોવા મળી હતી. સોનમ કપૂરની જેમ પરિણીતી પણ બ્લેક લૂઝ ડ્રેસમાં દેખાઈ હતી અને તેણે ગોગલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
પોતાના બોલ્ડ લુકથી લોકોના હોશ ઉડાવી દેનાર નેહા ભસીને ભારે વરસાદમાં પણ પોતાના બોલ્ડ લુકને ફ્લોન્ટ કર્યો હતો. નેહાના જે ફોટા સામે આવ્યા છે, તેમાં તે જીમની બહાર આઉટફિટ પર ટ્રાન્સપરન્ટ રેઈનકોટ પહેરેલી જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસે સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપ્યા હતા..
આ સિવાય અંગદ બેદી ભારે વરસાદમાં બાંદ્રામાં જોવા મળ્યો હતો. અંગદ બેદી સફેદ ટ્રાઉઝર સાથે લાઈટ કલરનો શર્ટ પહેરીને જોવા મળ્યો હતો.
તમન્ના ભાટિયા બાંદ્રામાં ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં તમન્ના વિજય વર્મા સાથે ડેટિંગના સમાચારોને લઈને હેડલાઈન્સમાં છે. આ સિવાય 'કાવલા' ગીત પર એક્ટ્રેસનો ડાન્સ વીડિયો લાઈમલાઈટમાં છે.