Iron Kadhai: આ 4 શાકને લોખંડની કડાઈમાં ક્યારેય ન રાંધો, સ્વાદ અને સ્વાસ્થ્ય બંને ખરાબ થશે
ટમેટામાં વધારે માત્રામાં એસિડ હોય છે જો ટામેટાને લોઢાના વાસણમાં પકાવવામાં આવે તો તે લોઢા સાથે રિએક્ટ કરે છે અને તેના કારણે ભોજનમાં ધાતુનો સ્વાદ આવવા લાગે છે.
દહીં કે અન્ય ડેરી પ્રોડક્ટને પણ લોઢાના વાસણમાં પકાવવા કે ગરમ કરવા નહીં. દહીંમાં કેલ્શિયમ વધારે હોય છે જે લોઢા સાથે રિએક્ટ કરી શકે છે અને રસોઈનો સ્વાદ બગાડી શકે છે.
લીંબુ જેવા ખાટા ફળને પણ લોઢાની કડાઈમાં ક્યારેય ઉમેરવા નહીં. લીંબુમાં પણ સિટ્રિક એસિડ હોય છે જે લોઢા સાથે રિએક્શન કરે છે જેના કારણે ભોજનમાં લોઢાનો સ્વાદ આવવા લાગે છે અને તેનો રંગ પણ ખરાબ થઈ જાય છે.
પાલકને પણ ક્યારેય લોઢાના વાસણમાં પકાવી નહીં. પાલકમાં ઓક્સેલીક એસિડ હોય છે જે પણ લોઢા સાથે રિએક્ટ કરે છે તેના કારણે પાલકનો રંગ ખરાબ થઈ જશે અને તેનો સ્વાદ પણ ખૂબ જ ખરાબ થઈ જાય છે.
આ ચાર વસ્તુઓ લોઢાની કડાઈમાં પકાવીને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થાય છે.