Vitamin B12 Deficiency: વિટામિન B12ની ભારે ખામીના આ 5 લક્ષણોને ક્યારેય ન અવગણશો, નહીં તો પડી શકે છે મુશ્કેલી
વિટામીન B12 ની ઉણપને કારણે જ્ઞાનતંતુઓ નબળી પડી જાય છે, જેના કારણે હાથ-પગમાં કળતર અથવા સુન્નતા અનુભવાય છે. જો આ લક્ષણ લાંબા સમય સુધી તમારા શરીરમાં જોવા મળે, તો તે ચેતાને નુકસાન પહોંચાડી શકે છે.
જો તમે કોઈ ખાસ શારીરિક મહેનત કર્યા વગર સતત થાક અને નબળાઈ અનુભવો છો, તો તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોવાનો સંકેત હોઈ શકે છે. આ ઉણપને કારણે શરીરમાં લાલ રક્તકણોની ઉણપ થાય છે, જેના કારણે વ્યક્તિ ઊર્જાની કમી અનુભવે છે.
વિટામિન B12ની ખામી મગજની કાર્ય કરવાની ક્ષમતાને અસર કરે છે. જેના લીધે યાદશક્તિ નબળી પડી શકે છે. ઘણા લોકોને ભૂલી જાવાની સમસ્યા હોય છે, જેનું કારણ વિટામિન B12ની ખામી હોઈ શકે છે.
વિટામિન B12 ની ઉણપથી તમારી જીભ પર સોજો અથવા લાલાશ આવી શકે છે. આ સિવાય વારંવાર મોઢામાં ચાંદા પડવાની સમસ્યા પણ વિટામિનની ઉણપનો સંકેત હોઈ શકે છે.
જો તમને કોઈ દેખીતા કારણ વગર શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અથવા અચાનક ચક્કર આવતા હોય, તો તે તમારા શરીરમાં વિટામિન B12 ની ગંભીર ઉણપ હોવાનો સંકેત છે.
Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.