Air Charge Technology: નો કેબલ, નો સ્ટેન્ડ હરતા ફરતા ચાર્જ થઇ જશે તમારો ફોન

Fri, 29 Jan 2021-2:02 pm,

ખૂબ જલદી એક નવી ટેક્નોલોજી આવવાની છે. તેને Air Charge Technology કહેવામાં આવી રહી છે. તેની ખાસિયત એ છે કે તમે એક સિમિત અંતર પર ચાર્જિંગ વાયર અથવા ડોક લગાવ્યા વિના મોબાઇલ ચાર્જ કરી શકશો. આ હવામાં જ મોબાઇલ ચાર્જ કરી દેશે. 

ચીની મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi) એ પોતાના તાજેતરના બ્લોગમાં  MI Air Charge Technology નો ખુલાસો કર્યો છે. 

બ્લોગમાં જણાવવામાં આવ્યું છે કે આ ટેક્નોલોજીમાં Space positioning અને Energy Transmission નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 5 Phase વાળા એન્ટીનાની મદદથી ઓબાઇલ ફોનને ડિટેક્ટ કરવામાં આવે છે. Beamforming દ્રારા સંપર્કમાં આવતાં જ મોબાઇલની બેટરી ચાર્જ થવા લાગે છે. 

શાઓમીની સત્તાવાર વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં એક યૂપીએસના આકારનું ડોક લગાવવું પડશે. આ ડોક વડે ચાર્જિંગ માટે સિગ્નલ મોકલવામાં આવે છે. મોબાઇલ ફોન સંપર્કમાં આવતાં જ આપમેળે ચાર્જ થવા લાગે છે. 

તમને જણાવી દઇએ કે Apple એ તાજેતરમાં જ પોતાના નવા iPhone 12 સાથે વાયરલેસ ચાર્જિંગ (Wireless Charging) ને ઇંટ્રોડ્યૂસ કર્યું છે. જોકે આ ટેક્નોલોજીમાં એક ડોક આપવામં આવી રહ્યું છે. મોબાઇલને આ ડોકમાં રાખતાં જ ચાજિંગ થઇ જાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link