પહેલીવાર ગાડી લેતાં પહેલાં જાણી લેજો આ 10 વાતો, નહીં તો તમને ડિલરો ઉતારી દેશે ડબ્બામાં!

Sun, 01 Sep 2024-4:31 pm,

Automobile Tips: બદલાતા સમયની સાથે પરિસ્થિતઓ પણ બદલાઈ રહી છે. ત્યારે હવે કાર એ દરેક સામાન્ય માણસ માટે પણ જરૂરિયાતનું સાધન બની ગયું છે. તમે સાંભળ્યું હશે લોકો એવું કહેતા હોય છેકે, અત્યારના ટાઈમમાં ઘરમાં એક ગાડી તો જોઈએ...કેમ લોકો એવું કહેતા હોય છે? કારણકે, પરિવારને લઈને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સરળતા રહે. ઘરમાં કોઈ સાજુ-માંદુ હોય ત્યારે ઘરમાં ગાડી હોય તો દવાખાને ઉતાવળમાં ભાગવામાં પણ ખુબ સારું રહે. 

હાલના ટાઈમમાં લોકો પાસે ટાઈમ નથી. લોકો એક મિનિટમાં રોકાવા કે ઉભા રહેવા માંગતા નથી. એટલેકે, હાલના ટાઈમમાં એવુ કહેવાય છેકે, ઘરમાં કમસેકમ એક ગાડી હોવી જોઈએ એવું લોકો કહેતા હોય છે. ઘરમાં પોતાની ગાડી હોય તો હરવા ફરવાની સાથે ઈમરજન્સી અને અગત્યના કામોમાં ખુબ કામ લાગે છે. જો તમે પણ પહેલીવાર કાર ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો સૌથી પહેલાં અહીં આપવામાં આવેલી માહિતી જાણી લેજો. કારણકે, પહેલીવાર કાર ખરીદતા પહેલાં આ 10 વસ્તુઓ તમને અચુક ખબર હોવી જોઈએ. નહીં તો ડિલરો તમને ઉતારી દેશો ડબ્બામાં...

પરિવાર નાનો હોય કે મોટો, આજની દુનિયામાં કાર દરેક માટે જરૂરી છે. આવી સ્થિતિમાં, જો તમે પહેલીવાર નવી કાર લઈ રહ્યાં છો, તો આજે અમે તમને આ પોસ્ટથી જરૂરી વિકલ્પો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. પહેલીવાર ગાડી લેવા જતાં પહેલાં નીચે આપેલાં 10 પોઈન્ટર્સનું લીસ્ટ તમે જાણી લેજો તો ફાયદામાં રહેશો. કારણ કે ઘણી વખત એવું બને છે કે પહેલીવાર કાર ખરીદવાની ખુશીમાં આપણે ઘણી સુવિધાઓને નજરઅંદાજ કરી દઈએ છીએ. પરંતુ થોડા સમય પછી તેની ખામીઓ અને જરૂરિયાતો અંગે ખબર પડે છે. આવી સ્થિતિમાં, એવી ખાસ બાબતો છે જેના પર આપણે મુખ્યત્વે ધ્યાન આપવાની જરૂર છે.

જ્યારે પણ તમે નવી કાર ખરીદો છો, ત્યારે તેના માટે તમારું નિશ્ચિત બજેટ નક્કી કરવું જરૂરી છે. કારણ કે જ્યારે આપણે કાર ખરીદવા માટે શોરૂમમાં જઈએ છીએ, ત્યારે ત્યાં તમને વિવિધ મોડલ્સ અને બજેટ વિશે માહિતી આપવામાં આવે છે. તેથી બજેટ સેટ કરો. અને બજારમાં તમારા બજેટ પ્રમાણે કાર ખરીદો.

ગમે ત્યારે તમે કોઈપણ કાર લેવાનું વિચારો એ વખતે સૌથી પહેલાં કારની કંપની અંગે તમારી પાસે માહિતી હોવી જોઈએ. જેતે મોડલની કાર અંગે પુરતી જાણકારી લેવી. કારનું મોડલ અને વર્જન પણ જાણી લેવું. કંઈ કંપનીની કારની બજારમાં સારી માર્કેટ વેલ્યુ છે અને કઈ કંપનીની રિસેલ વેલ્યુ સારી છે તે પણ જાણી લેવું.

સેફ્ટીની દ્રષ્ટિએ, તમારે કારમાં મળેલી એરબેગ્સ પર ધ્યાન આપવું જોઈએ. આ સંદર્ભમાં સરકારે કંપનીઓને માર્ગદર્શિકા જાહેર કરી છે. આ સિવાય એબીએસ એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ કારને વધુ ઝડપે ચલાવતી વખતે ઈમરજન્સી બ્રેકિંગ માટે ઉપયોગી છે, જેના કારણે કાર તમારા નિયંત્રણમાં રહે છે. જે અકસ્માતની શક્યતાઓ ઘટાડે છે. નવી કાર ખરીદતા પહેલા તેના સેફ્ટી ફીચર્સનું ધ્યાન રાખવું જરૂરી છે.

તમારે તમારા બજેટ પ્રમાણે કારના ફીચર્સ વિશે જાણવું જોઈએ. આનો મતલબ એ છે કે જો તમે કોઈ પણ કારને અગાઉથી મન રાખીને ખરીદી રહ્યા છો, તો તે પહેલા આ બાબતોનું ધ્યાન રાખો કે તમારી કારમાં તેના બજેટ પ્રમાણે તમામ ફીચર્સ છે કે નહીં, જેમ કે સારી સાઉન્ડ સિસ્ટમ, પાવર વિન્ડોઝ, ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ અથવા સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટલ કલ્સ્ટર વગેરે. આ સાથે કોઈપણ કાર ખરીદતા પહેલા તેની ટેસ્ટ ડ્રાઈવ જરૂર કરવી જોઈએ.

કાર ખરીદ્યા પછી, વાહનના મેન્ટેનન્સ અને માઈલેજનો બોજ ખિસ્સા પર રહે છે, આવી સ્થિતિમાં, તમારી પસંદગીની કાર પસંદ કરતી વખતે, તેની માઈલેજ અને મેઈન્ટેનન્સ ખર્ચ વિશે સમજી લો, ચાલો તમને જણાવીએ કે, કારની જાળવણી ડીઝલ કાર પેટ્રોલ કાર કરતા વધારે છે. તેથી કાર ખરીદતી વખતે મેઈન્ટેનન્સ અને માઈલેજનું ખાસ ધ્યાન રાખો. તમે તમારા બજેટ અનુસાર બજારમાં ઉપલબ્ધ ઈલેક્ટ્રિક કાર વિશે પણ વિચારી શકો છો, કારણ કે EV કાર ઝીરો મેન્ટેનન્સ સાથે આવે છે.

વર્તમાન સમયમાં ચાર પ્રકારની ગાડીઓ બજારમાં ઉપલબ્ધ છે. ઈલેક્ટ્રીક કાર, સીએનજી કાર, પેટ્રોલ અને ડીઝલવાળી કાર. હવે તમને કઈ ગાડી પોસાય એમ છે તે પણ ચકાસી લેજો. પેટ્રોલ-ડિઝલનો ભાવ, સીએનજી ગેસનો ભાવ અને ઈલેક્ટ્રીક કારનો ભાવ કેટલો છે તેના ચાર્જિંગમાં કેટલો ખર્ચ થાય છે આ મુદ્દાઓ જાણી લેજો.

વિસ્તૃત વોરંટી અને એસેસરીઝની જરૂરિયાતને ધ્યાનમાં લો. જરૂર વગર ડીલરશીપમાંથી ખરીદી ન કરો. તેમની કિંમતો અને લાભોની સરખામણી કરો. ઉપરાંત, તમારા માટે જરૂરી હોય તે જ ખરીદો.

કાર ખરીદતી વખતે ઈન્શ્યોરન્સ કરાવવું સૌથી જરૂરી છે. લગભગ તમામ કંપનીઓ તેમના ડીલરો દ્વારા કારનો વીમો આપે છે, તેથી જો તમે બહારથી ઓછી કિંમતે વીમો મેળવતા હોવ, તો તમારી પાસે બહારથી વીમો લેવાનો વિકલ્પ છે.

જો તમે કાર લોન લેવાનું આયોજન કરી રહ્યાં છો, તો ડીલરશીપ દ્વારા ઓફર કરવામાં આવતા ફાઇનાન્સિંગ વિકલ્પો સિવાયના વિકલ્પો શોધો. અને સરખામણી કરો. તમામ ધિરાણ વિકલ્પોના વ્યાજ દરો, લોનની મુદત અને અન્ય ફી પર ધ્યાન આપો.

તમારી પસંદગીની કારની ટેસ્ટ ડ્રાઈવ લો. તમે જે વેરિઅન્ટ ખરીદવા જઈ રહ્યા છો તેની ટેસ્ટ ડ્રાઈવ લેવાનો પ્રયાસ કરો. ટેસ્ટ ડ્રાઇવ લેતી વખતે ડ્રાઇવિંગ આરામ, સુવિધાઓ અને કારના પ્રદર્શનનો અનુભવ કરો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link