હવે જો વીજળી `ગુલ` થઈ ગઈ તો કંપનીએ ચૂકવવું પડશે વળતર, ગ્રાહકો...નવા નિયમો ખાસ જાણો

Mon, 04 Jan 2021-3:06 pm,

નવું કનેક્શન લેવું અને હાલના કનેક્શનમાં ફેરફાર માટેના નિયમોની પ્રક્રિયા વધુ પારદર્શક, સરળ અને સમયસર પૂરી થશે. આ માટે ઓનલાઈન અરજી પણ કરી શકાશે. નવા નિયમ મુજબ મેટ્રો શહેરોમાં નવું કનેક્શન લેવા કે હાલના કનેક્શનમાં ફેરફાર માટે વધુમાં વધુ સમયમર્યાદા 7 દિવસ છે, મ્યુનિસિપલ વિસ્તારો માટે 15 દિવસ અને ગ્રામીણ વિસ્તારો માટે 30 દિવસ છે. 

નવા નિયમો મુજબ હવે મીટર વગર કોઈ કનેક્શન અપાશે નહીં. નવું મીટર સ્માર્ટ પ્રી-પેમેન્ટ મીટર કે પ્રી પેમેન્ટ મીટર હોવું જોઈએ. ડિફેક્ટિવ કે બળી ગયેલુ, ચોરી થયેલા મીટરોના રિપ્લેસમેન્ટની જોગવાઈ પણ કરાઈ છે. 

નવા નિયમોમાં વીજળીના બિલ અને ટેરિફમાં પારદર્શકતા પર ફોકસ છે. બિલોની ઓનલાઈન ચૂકવણી કે ઓફલાઈન ચૂકવણી ઉપરાંત એડવાન્સ બિલ પેમેન્ટની પણ જોગવાઈ કરાઈ છે. 

વીજળી વિતરણ કંપનીઓ(DISCOMS) એ તમામ ગ્રાહકોને 24X7 વીજ સપ્લાય કરવો પડશે. જો કે રાજ્ય આયોગ કેટલીક કેટેગરીના ગ્રાહકો માટે વીજળી સપ્લાયના ન્યૂનતમ કલાકો નિર્ધારિત કરી શકે છે. 

જો વીજ કંપનીઓ(DISCOM) વીજળી સપ્લાય કરવામાં નિષ્ફળ રહેશે તો તેમણે ગ્રાહકોને વળતર આપવું પડશે. આ વળતર ગ્રાહકોને ઓટોમેટિક રીતે મળી જશે, તેનું મોનિટરિંગ પણ થશે. 

વીજળી વિતરણ કંપનીઓને 6000 રૂપિયા પ્રતિ દિવસથી એક લાખ રૂપિયા પ્રતિ દિવસ સુધીનું વળતર ગ્રાહકોને આપવું પડી શકે છે. આ માટે કેટલીક પરિસ્થિતિઓ નક્કી કરાઈ છે.  1. જો વીજળી કંપનીઓ ગ્રાહકોને એક નિર્ધારિત સમય બાદ પણ વીજ સપ્લાય ન કરી શકે તો, (2) જો સપ્લાયમાં એક નિર્ધારિત મર્યાદા કરતા વધુ વિધ્નો, અડચણ આવે તો (3) કનેક્શન લેવા, કનેક્શન હટાવવા, કનેક્શન ફરીથી લગાવવા અને શિફ્ટિંગમાં કેટલો ટાઈમ લાગે (3) બિલ, વોલ્ટેજ, મીટર સંબંધિત ફરિયાદો પતાવવામાં સમય લાગે. 

વીજળી કંપનીઓએ ફરિયાદોની પતાવટ માટે એક નિર્ધારિત સમયમર્યાદા જણાવવી પડશે. નવી જોગવાઈમાં વધુમાં વધુ 45 દિવસમાં ફરિયાદોનું નિવારણ થવું જોઈએ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link