દરેકને મળશે 24 કલાક Electricity, આડેધડ કાપ નહીં મૂકી શકે કંપનીઓ, નવા કનેક્શન માટે બદલાયા નિયમો

Wed, 23 Dec 2020-7:10 am,

વીજળી મંત્રાલયના નવા નિયમો મુજબ કોઈ પણ સંજોગોમાં વીજળી વિતરણ કંપનીઓએ નિર્ધારિત માપદંડો મુજબ ગ્રાહકોને સેવા આપવી પડશે. જો વિદ્યુત વિતરણ કંપની આ નિયમોનું પાલન ન કરે તો તેને પર દંડ ફટકારવામાં આવશે. 

એવી ફરિયાદ આવે છે કે ગ્રાહકોને નવું કનેક્શન લેવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે સરકાર તેના પર કડકાઈ કરવા જઈ રહી છે. સરકારે નક્કી કર્યું છે કે નવા વીજ કનેક્શન માટે લોકોએ ચક્કર કાપવા પડશે નહીં. તમે ઘરે બેઠા જ નવા કનેક્શન માટે ઓનલાઈન અરજી કરી શકશો. 

આ સાથે જ કેન્દ્ર સરકારે નવા કનેક્શન માટે સમય મર્યાદા પણ નક્કી કરી દીધી છે. મહાનગરોમાં નવું વીજળી કનેક્શન અરજી કર્યાના 7 દિવસની અંદર જ આપવું પડશે. નગર પાલિકા ક્ષત્રમાં 15 દિવસની અંદર નવું કનેક્શન આપવું પડશે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 30 દિવસનો સમય નક્કી કરાયો છે. 

ગામડાઓમાં અનેક જગ્યાએથી ફરિયાદો આવે છે કે કનેક્શન તો મળી ગયું પણ મીટર મળતું નથી. જેના કારણે વિભાગ પોતાની મરજી પ્રમાણે બિલ વસૂલે છે. આ ફરિયાદોને પણ સરકારે ધ્યાનમાં લીધી છે. હવે નવું વીજ કનેક્શન મીટર વગર આપવામાં નહીં આવે. સ્માર્ટ કે પ્રીપેડ મીટર લગાવવામાં આવશે. 

હવે વીજળી ગ્રાહકોએ બિલ ભરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં. તમે ઘરે બેઠા ઓનલાઈન બિલ જમા કરી શકો છો. જો કે ઓફલાઈન બિલ ચૂકવણીની વ્યવસ્થા પણ ચાલુ રહેશે. સરકારે વિતરણ કંપનીઓને કહ્યું છે કે એવી ઓટોમેટિક સિસ્ટમ વિક્સિત કરે કે જેનાથી વીજ કાપનું મોનિટરિંગ થઈ શકે અને તેને તરત બહાલ કરવામાં આવે. 

વીજળી મંત્રાલયના નવા નિયમ મુજબ વીજળી ગ્રાહકોની પાસે વીજળી વિતરણ કંપનીઓ પાસેથી Minimum Service Standards મેળવવાનો અધિકાર રહેશે. કેન્દ્રીય વીજળી મંત્રી આર કે સિંહનું કહેવું છે કે સરકારનો લક્ષ્યાંક છે કે દરેક ઘર સુધી વીજળી પહોંચે. સરકાર સતત તે માટે પ્રયત્નો કરી રહી છે. આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિ વીજળી વગર નહીં હોય. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link