ચંદ્રમા પર માણસને વસાવવાની તૈયારી, આવું હશે Astronauts નું રૂપકડું ઘર...જુઓ PHOTOS

Sun, 13 Dec 2020-10:40 am,

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાની 2024માં બે લોકોને ચંદ્રની જમીન પર ઉતારવાની યોજના છે. આ મિશનના પહેલા તબક્કા પર કામ શરૂ થઈ ગયું છે. જેમાં ચંદ્રમા પર ઓરિયન ક્રુ યાન ચંદ્રમા પર ઉતારવામાં આવશે. નાસાએ 18 એસ્ટ્રોનટ્સની સૂચિ બહાર પાડી છે જેમાંથી એક પુરુષ અને એક મહિલાને ચંદ્રમા પર મોકલવા માટે પસંદ કરાશે. (ફોટો સાભા- ઈએસએ)

નવા મિશન હેઠળ ચંદ્રમા પર એક સ્થાયી  કોલોની વસાવવાની યોજના છે. જે મુજબ એન્જિનિયર એ જાણવાની કોશિશ કરશે કે ચંદ્ર પર હાજર સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. જેમ કે ત્યાં રહેલા ખાડાઓમાં બરફમાંથી પાણીનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે. (ફોટો-સાભાર ઈએસએ)

એન્જિનિયર ચંદ્ર પર તે વિસ્તારોનો પણ અભ્યાસ કરશે જે અંગે અત્યાર સુધીમાં વધુ જાણકારી નથી. તે હેઠળ તે જગ્યાઓની પણ ભાળ મેળવવામાં આવશે જ્યાંથી અંતરિક્ષયાત્રીઓ મંગળ ગ્રહ પર જઈ શકે. અત્રે જણાવવાનું કે નાસા વર્ષ 2030 સુધીમાં એક પુરુષ અને એક મહિલાને મંગળ પર મોકલવા માંગે છે. (ફોટો સોર્સ-ઈએસએ)

યુરોપીયન અંતરિક્ષ એજન્સી (ઈએસએ)ના સલાહકાર એદન કાઉલીએ કહ્યું કે ચંદ્ર પર અંતરિક્ષયાત્રીઓના રહેવા માટે વેલણ આકાર સંરચનાઓ આવનારા કેટલાક વર્ષોમાં શરૂ થઈ જશે. પરંતુ તેમને વિકિરણ જોખમથી બચાવવાની જરૂર છે. (પ્રતિકાત્મક તસવીર)

ઈએસએના સલાહકાર એદન કાઉલીએ કહ્યું કે સુરક્ષાત્મક ઈંટ બનાવવા માટે રેજોલિથ(Regolith) નો ઉપયોગ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે ચંદ્ર પર હાલ જોવા મળતી માટી છે અને આઈસિંગ શુગર જેવી છે. 

વૈજ્ઞાનિકોનું માનવું છે કે એક મીટર ઊંડી રેજોલિથની દીવાલો અને છતનો ઉપયોગ કરવાથી ચંદ્ર પર વિકિરણ અને ઠંડીથી ઈમારતોની રક્ષા કરી શકાશે. રોબોટ દ્વારા ભેગી કરાયેલી માટીની ઉપરની સપાટીથી 3ડી પ્રિન્ટરની મદદથી ઈંટોનું નિર્માણ કરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર) 

યુરોપીયન અંતરિક્ષ એજન્સી (ESA)ના ડાઈરેક્ટર જનરલ જેન વોર્નરે કહ્યું કે મારી યોજના ચંદ્રમા પર એક સ્થાયી બેસ સ્ટેશન બનાવવાની છે. તેમણે કહ્યું કે તેઓ નવી વસ્તીને મૂન વિલેજ કહેવાનું પસંદ કરશે (તસવીર-સાભાર ESA)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link