Photos: નવી Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!
ન્યૂ જનરેશનની મારુતિ સુઝુકી સ્વિફ્ટ હેચબેકને પાંચ ટ્રિમ્સ- LXi, VXi, VXi (O), ZXi અને ZXi+ માં લોન્ચ કરવામાં આવી છે . તેની શરૂઆતી કિંમત 6.49 લાખ રૂપિયા છે, જે વધીને 9.64 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તે પહેલાની સ્વિફ્ટ કરતા લગભગ 25,000 રૂપિયા મોંઘી છે.
તેમાં સુઝુકીનું નવું 1.2 લિટર Z-Series પેટ્રોલ એન્જિન છે. આ સાથે માઇલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજીનો પણ ઓપ્શન છે. 82PS પાવર અને 112Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સનો ઓપ્શન છે.
નવી સ્વિફ્ટ ઘણી સારી માઈલેજ આપશે. તેના મેન્યુઅલ વેરિઅન્ટ્સ 24.8kmpl સુધીની માઈલેજ આપી શકે છે જ્યારે AMT વેરિઅન્ટ્સ 25.72 kmpl સુધીની માઈલેજ આપી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, મેન્યુઅલ સાથે માઇલેજ 10% અને AMT સાથે 14% વધ્યું છે.
આ 6 મોનોટોન કલર- નોવેલ ઓરેંજ, મેગ્મા ગ્રે, સિઝલિંગ રેડ, લસ્ટર બ્લૂ, પર્લ આર્ટટિક વ્હાઇટ અને સ્પેલેંડિડ સિલ્વરમાં મળશે. આ ઉપરાંત 3 ડુઅલ- ટોન કલર- લસ્ટર બ્લૂ+ મિડનાઇટ બ્લેક રૂફ, સિઝલિંગ રેડ+ મિડનાઇટ બ્લેક રૂફ અને પર્લ આર્કટિક વ્હાઇટ+ મિડનાઇટ બ્લેક રૂફ કલર ઓપ્શન પણ છે.
કારમાં ડ્રાઇવર ફોકસ્ડ કોકપિટ, 9 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સુઝુકી કનેક્ટ, ડિજિટલ એસી કંટ્રોલ પેનલ, વાયરલેસ ફોન ચાર્જર, ટાઇપ-એ અને સી યુએસબી ચાર્જિંગ પોર્ટ્સ, આર્કામિસ સરાઉન્ડ સેન્સ સાઉન્ડ સિસ્ટમ, 6 એરબેગ્સ, હિલ હોલ્ડ કંટ્રોલ, 16 ઇંચ ડ્યુઅલ- ટોન એલોય વ્હીલ્સ અને LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ છે.
કારના રિયર સેક્શન ખૂબ સ્પોર્ટ લાગે છે. અહીં LED ટેલલેમ્પ્સ આપવામાં આવ્યા છે. નવી કારમાં જરદસ્ત ફિચર્સ આપવામાં આવ્યા છે. લોકો કાર જોઈને રાહ જોઈને બેઠા છે.