નવી 100 રૂ.ની નોટનું છે જબરદસ્ત `ગુજરાત કનેક્શન`, નહીં જાણતા હોવ તમે!
2000, 500, 200,50, 10ની નવી નોટ બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 100 રૂપિયાની નોટનો પહેલો લુક બહાર પાડ્યો છે. 100 રૂપિયાની નવી નોટ બજારમાં આવ્યાં બાદ જૂની નોટો પણ ચલણમાં ચાલુ જ રહેશે. આરબીઆઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આપેલી જાણકારીમાં જણાવ્યું છે કે 100 રૂપિયાની નવી નોટ જલદી ચલણમાં લાવવામાં આવશે.
આ નવી નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે. આ નવી 100 રૂપિયાની નોટની પાછળ ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી 'રાણીની વાવ'નું ચિત્ર હશે. જે યુનેસ્કો વિશ્વ ધરોહર છે. નોટની આગળ અને પાછળ બંને ભાગો પર અન્ય ડિઝાઈન, જ્યામિતિક પેટર્ન છે જેને સમગ્ર રંગ યોજનાની સાથે સંરેખિત કરવામાં આવી છે. નોટનો આકાર 66 મિમી x 142 મિમી હશે.
નવી 100 રૂપિયાની નોટની ખાસિયતની વાત કરીએ તો તેની આગળના બાગમાં મૂલ્યવર્ગ અંક 100ની સાથે આરપાર મિલાન. મૂલ્યવર્ગ અંક 100ની સાથે લેટેન્ટ ચિત્ર, આ સાથે જ 100નો આંકડો દેવનાગરીમાં લખવામાં આવ્યો છે. નોટની મધ્યમાં મહાત્મા ગાંધીનું ચિત્ર છે.
સુક્ષ્મ અક્ષર RBI, ભારત, INDIA અને 100 રૂપિયા લખેલુ જોવા મળશે. કલરમાં ફેરફાર સહિત ભારત RBI સાથે વિન્ડોડ સુરક્ષા થ્રેડ. નોટને ત્રાંસી કરીને જોવાથી તારનો કલર લીલામાંથી નીલો બની જશે.
મહાત્મા ગાંધીના ચિત્રની જમણી બાજુ ગેરંટી ખંડ, વચન ખંડ સહિત ગવર્નરની સહી તથા ભારતીય રિઝર્વ બેંકનું પ્રતિક છે. જમણી બાજુ અશોક સ્તંભનુ પ્રતિક છે. મહાત્મા ગાંધીનું ચિત્ર અને ઈલેક્ટ્રોટાઈપ (100) વોટરમાર્ક છે. સંખ્યા પેનલ જેમાં ઉપર ડાબી બાજુ તથા નીચે જમણી બાજુ નાનાથી મોટા આકારના અંક છે.
અંધજનો માટે ઈન્ટેલિયો કે ઉભરેલા છાંપકામમાં મહાત્મા ગાંધીનું ચિત્ર, અશોક સ્તંભનું પ્રતિક, ઉભરેલા ત્રિકોણીય ઓળખ માઈક્રો ટેક્સ્ટ 100ની સાથે, ચાર ખૂણાવાળી બ્લીડ રેખાઓ અપાઈ છે.
નોટની પાછળ જુઓ તો નોટની ડાબી બાજુ મુદ્રણ વર્ષ છે. સ્લોગન સહિત સ્વચ્છ ભારત લોગો, ભાષા પેનલ, રાણીની વાવનું ચિત્ર અને દેવનાગરીમાં 100 લખેલું છે.