નવા વર્ષે સવાર-સવારમાં બદલાઈ જશે આ 6 નિયમ! તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 જાન્યુઆરી 2025થી Sensex, Bankex અને Sensex 50 ની મંથલી એક્સપાયરી દર મહિનાના અંતિમ મંગળવારે રહેશે. સેન્સેક્સના વીકલી કોન્ટ્રાક્ટ પણ દર સપ્તાહે શુક્રવારની જગ્યાએ મંગળવારે એક્સપાયર થશે. અત્યારે સેન્સેક્સની મંથરી એક્સપાયરી દર મહિનાના છેલ્લા શુક્રવારે થાય છે, જ્યારે બેંકેક્સનો મંથલી કોન્ટ્રાક્ટ દર મહિનાના છેલ્લા સોમવારે એક્સપાયર થાય છે અને સેન્સેક્સ 50નો કોન્ટ્રાક્ટ દર મહિનાના છેલ્લા ગુરૂવારે સમાપ્ત થાય છે.
નવા વર્ષમાં 1 જાન્યુઆરીની સવારથી તમને નવી ગાડી ખરીદવી મોંઘી પડવાની છે. ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, હ્યુન્ડઈ, મહિન્દ્રા, મર્સિડીઝ-બેંઝ, હોન્ડા, ઓડી વગેરે કાર કંપનીઓએ પોતાની કારની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
નવા વર્ષમાં EPFO પેન્શન પર એક મોટી રાહત મળવાની છે. નવા નિયમ પ્રમાણે હવે પેન્શન હોલ્ડર દેશની કોઈપણ બેંકમાંથી પોતાનું પેન્શન ઉપાડી શકશે. આ સિવાય તેણે કોઈ વધારાના વેરિફિકેશનની જરૂર પડશે નહીં.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ નવા વર્ષમાં UPI 123Pay ની લિમિટ પણ વધારી દીધી છે. અત્યાર સુધી આ પેમેન્ટ સર્વિસથી મહત્તમ 5 હજાર રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું. નવા વર્ષમાં તેની લિમિટ વધારી 10 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે.
દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ (LPG)ની કિંમતોને રિવાઇઝ્ડ કરવામાં આવે છે. તેવામાં જોવાનું રહેશે કે તેલ કંપનીઓ 1 જાન્યુઆરી 2025ના એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં.
ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)એ નવા વર્ષ પર ખેડૂતોને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંકે ખેડૂતોને કોઈ ગેરંટી વગર મળતી લોનની મર્યાદા વધારી 2 લાખ રૂપિયા કરી દીધી છે. પહેલા આ મર્યાદા 1.60 લાખ રૂપિયા હતી.