જો જો, આ 17 નિયમો જાણ્યા વગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવા જતા નહિ, પસ્તાવો થશે

Tue, 26 Dec 2023-2:14 pm,

ગિફ્ટ સિટીમાં દારુના સેવનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગિફ્ટ સીટીમાં લિકર પરમિટને લઈને નિયમ જાહેર થયા છે. જે હેઠળ દારુનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકાશે નહીં. જ્યારે પરમિટ માટે FL3 પ્રકારનું લાયસન્સ મેળવવાનું રહેશે

નશાબંધી અને આબકારી વિભાગે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે ગાઈડલાઈન જાહેર થઈ ગઈ છે. માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત માત્ર અધિકૃત મુલાકાતીઓને જ દારૂપીવાની મંજૂરી આ ગાઈડલાઈનમાં આપવામા આવી છે. બહારથી આવનાર મુલાકાતીઓને ખાસ અધિકારી પાસે મંજૂરી લેવી પડશે. તેમજ હેલ્થ પરમિટ, વીઝીટર પરમિટ ધારકો દારૂનું સેવન નહિ કરી શકે.ટુરિસ્ટ પરમિટ ધારકો પણ નદારૂનું સેવન નહિ કરી શકાય. 

ગાંધીનગરની ગિફટ સીટી દારૂ પરમિટ મામલે સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. નિયામક નશાબંધી અને આબકારી વિભાગના એલ.એમ. ડીંડોરે જણાવ્યું કે, માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતીઓને જ અહી દારૂ માટે મંજુરી મળશે. બહારથી આવનાર મુલાકાતીઓને ખાસ અધિકારી પાસે મંજુરી લેવી પડશે. ખાનગી કંપનીઓના એચઆર અથવા જવાબદાર અધિકારી મંજુરી આપશે. હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ અને ટુરિસ્ટ પરમિટ ધારકો અહી આવીને દારૂનું સેવન નહિ કરી શકે.

સાથે જ ગાઈડલાઈનમાં જણાવાયું કે, એફ એલ લાયસન્સ ધારકે લીકરના જથ્થાનો હિસાબ આપવામાં આવશે. તેમજ સમગ્ર વિસ્તારને સર્વેલન્સ કરવાનું રહેશે. જો લાયસન્સ ધારક કે એફ એલ 3 પરમિટ નિયમોને ભંગ કરાશે તો નશાબંધી અધિનિયમ હેઠળ કાર્યવાહી થશે. એફ એલ 3 લાયસન્સ રાજ્યમા અન્ય કોઇ જગ્યાએ દારૂનુ વેચાણ નહિ કરી શકે. લાયસન્સ સ્થળ સિવાય ક્યાય દારૂ પીરસી શકાશે નહિ. દારૂનુ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહિ. 21 વર્ષથી ઉપરના લોકોને દારૂ પીરસી શકાશે. દારૂ પીધા બાદ પરમિટ ધારકે તમામ દસ્તાવેજો જોડે રાખવા પડશે.અધિકારી માગે ત્યારે દેખાડવા પડશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link